અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
તરકવાડા ગામે પૂજાપુર સેવા.સહકારી મંડળીની સામાન્ય સભા યોજાઈ
મેઘરજ તાલુકામાં પૂજાપુર સે. સ મંડળી તરકવાડા ગામે ચાલે છે. જેની સાધારણ સભા ચેરમેન નટવરભાઈ પી પટેલ ના અધ્યક્ષ સ્થાને યોજાઈ જેમાં આજુબાજુના ગામોના આશરે 90 થી વધારે સભા સોદો હાજર રહ્યા હતા. મંડળીના સેક્રેટરી છેલ્લા 45 વર્ષથી સતત સેવા આપે છે. અને આજ સુધી મંડળીમાં ગેરરીતી નો કોઈ બનાવ બનેલ નથી. સેક્રેટરી પુરુષોત્તમદાસ બી પંચાલ 2023 નો ઓડિટ મેમો વેચાણમાં લીધો જેમાં .અ. વર્ગ સતત આવે છે. મંડળી દ્વારા રેશમની વસ્તુ, ખાતર, ધિરાણ દરેકને આપવામાં આવે છે. ગામ વાર સભ્યોની પસંદગી આગામી 3 વર્ષ માટે કરવામાં આવી નજીકના ગામોમાં ગોડાઉનમાં ખાતર મળી રહે તે માટે સગવડ કરવામાં આવી. વહીવટ સારો હોવાનું દરેકના મુખે ચર્ચાય છે.