Rajkot: રાજકોટ પ્ર.નગર પોલીસ સ્ટેશન ખાતે “ત્રણ વાત તમારી, ત્રણ વાત અમારી” કાર્યક્રમ યોજાયો

તા.૨૯/૭/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot: પોલીસ કમિશ્નરશ્રી બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશ્નરશ્રી મહેન્દ્ર બગડિયાના માર્ગદર્શનમા તથા નાયબ પોલીસ કમિશ્નર શ્રી જગદીશ બાંગરવા (ઝોન-૨) તથા મદદનીશ પોલીસ કમિશ્નરશ્રીના સંકલનમા શહેરમાં પ્રજા અને પોલીસ વચ્ચે સમન્વય કેળવવા “ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી” કાર્યક્રમ પ્ર.નગર પોલીસ સ્ટેશન ખાતે યોજાયો હતો.
આ કાર્યક્રમમાં લોકોના વિવિધ પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા. તથા મીનુ જસદણવાલા દ્વારા હાજર લોકોને ડ્રગ્સ અવરનેસ બાબતે કેસ સ્ટડી તથા ઉદાહરણ દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં પોલીસની ત્રણ વાતો પૈકી બાળકો નાનપણથી ડ્રગ્સ તથા કેફી દ્રવ્યોના દુષણથી દૂર રહે તે માટે વાલીની સજાગતા બાબતે ચર્ચા,સાયબર ક્રાઇમનાં બનાવો ના બને તે માટે માર્ગદર્શન તથા ચોરીના બનાવો બનતા અટકે તે માટે ચર્ચા તથા બહાર ગામ જવાનું થાય ત્યારે કિંમતી વસ્તુ સુરક્ષિત જગ્યાએ રાખવી વગેરે બાબતે ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત લોકોની ત્રણ વાતોમાં સોસાયટીઓમાં સતત પોલીસ પેટ્રોલિંગ રાખવું, વ્યાજ વટાવની અરજીઓ પર તટસ્થ તપાસ થાય તથા ડાઈવર્ઝનનાં કારણે રેલનગર વિસ્તારમાં ટ્રાફિક બાબતે યોગ્ય કાર્યવાહી થાય તેની ચર્ચા કરાઇ હતી.






