શાળા નં- ૧૮ જામનગર ખાતે ‘શાળા આરોગ્ય તપાસ’ કાર્યક્રમ યોજાયો

રાજ્યની ભાવી પેઢીને તંદુરસ્ત બનાવવાના ભગીરથ પ્રયાસરૂપે ગુજરાત સરકારના અત્યંત મહત્વના એવા ‘શાળા આરોગ્ય તપાસ’ કાર્યક્રમ શાળા નં- ૧૮ જામનગર યોજાઈ ગયો. પ્રાઇમરી અર્બન હેલ્થ સેન્ટરનાં ડૉ. ધારાબેન ત્રિવેદી અને ડો. સંજય કોટા અને નર્સ સ્ટાફ દ્વારા શાળાનાં તમામ વિદ્યાર્થીઓની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને સ્વાસ્થ્ય સંબંધી પ્રશ્નો પૂછવામાં આવ્યા તેમજ કોઇ બિમારી જણાય તો યોગ્ય સારવાર લેવા જણાવ્યું હતું તેમજ તપાસ બાદ વધુ તપાસ અને જરૂરીયાતવાળા બાળકોને જી.જી.હોસ્પિટલમાં રીફર કાર્ડ આપવામાં આવ્યા. મેડીકલ ટીમ દ્વારા ચોમાસાની ઋતુમાં વાઇરલ બિમારી ન ફેલાય અને સ્વાસ્થ્ય અંગે જાગૃતિ કેળવાય તે હેતુથી આરોગ્ય તપાસ અને ડેન્ગ્યુ,મેલેરીયા,કોલેરા અને ચાંદીપુરા વાયરસ વિશે માહિતી આપી તેમજ કાર્યક્રમ અંતર્ગત તાવ, શરદી-ખાંસી, ગૂમડાથી લઈને હ્રદય, કિડની, કેન્સર સહિતના રોગોની નિ:શુલ્ક નિદાન કરવામાં આવ્યુ હતું. આ ઉપરાંત બાળકને અંધારાનો કે શિક્ષકનો ડર, અન્ય બાળકો સાથે ભળવામાં મુશ્કેલી વગેરે જેવી નાની-નાની માનસિક તકલીફો માટે કાઉન્સેલિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. ગુજરાત સરકારના અત્યંત મહત્વના એવા ‘શાળા આરોગ્ય તપાસ’ માં સેવારત ડૉ. ધારાબેન ત્રિવેદી અને ડો. સંજય કોટા, એએનએમ ભારતી ચાવડા, એમ.બી.બી.એસ પ્રશિક્ષણાર્થીઓ સમ્યક શાહ, પાર્થ શાહ, દીપ રાઠોડ અને હીના બેરા,ભાવિષા ચાવડા અને પ્રિતા કુંભારવડિયા નર્સ સ્ટાફની સુંદર કામગીરી માટે શાળાના મુખ્ય શિક્ષક દિપક પાગડા અને શાળા પરિવારે ધન્યવાદપાઠવ્યા હતા.






