HALVADMORBIMORBI CITY / TALUKO

Halvad:ઉદેપુર-મોરબી રૂટની એસટી બસમાંથી વિદેશી દારૂની બોટલ સાથે માનવ ઉર્ફે કાનો ઝડપાયો 

 

Halvad:ઉદેપુર-મોરબી રૂટની એસટી બસમાંથી વિદેશી દારૂની બોટલ સાથે માનવ ઉર્ફે કાનો ઝડપાયો

 

 

હળવદ પોલીસ ટીમે બાતમીને આધારે હળવદની સરા ચોકડી પાસે વોચ ગોઠવી ઉદેપુર-મોરબી રૂટની એસટી બસમાં પેસેન્જર તરીકે બેઠેલા યુવક પાસેથી વિદેશી દારૂની ૨૪ બોટલ ઝડપી લેવામાં આવી હતી. આ સાથે આરોપી સામે પ્રોહી. હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદ પોલીસને બાતમી મળી કે ઉદેપુર-મોરબી રૂટની એસટી બસ રજી.નં.જીજે-૧૮-ઝેડ-૯૯૩૧માં એક યુવક વિદેશી દારૂનો જથ્થો લઈ ઉદેપુરથી એસટી બસમાં બેસી હળવદ આવતો હોવાની બાતમીને આધારે પોલીસ હળવદની સરા ચોકડીએ વોચમાં હોય તે દરમિયાન ઉપરોક્ત એસટી બસ આવતા તેને રોકી તપાસ કરતા એસટી બસની પાછળની સીટમાં બેઠેલા યુવક પાસે રહેલા થેલામાંથી વિદેશી દારૂ ગ્રીનલેબલ વ્હિસ્કીની ૨૪ બોટલ મળી આવી હતી. જેથી આરોપી માનવ ઉર્ફે કાનો પ્રવીણભાઈ સોરીયા ઉવ.૨૧ રહે.ઘુંટું ગામ તા.જી.મોરબીની અટક કરવામાં આવી છે. હળવદ પોલીસે વિદેશી ડૅઉની જથ્થો કબ્જે લઈ આરોપી સામે હળવદ પોલીસ મથકમાં પ્રોહી. એક્ટ હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!