ABRSM એચ ટાટ સંવર્ગ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું સન્માન કર્યું

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત ના માન્ય સંગઠન એવા એચ. ટાટ મુખ્ય શિક્ષક સંવર્ગ ના પદાધિકારીઓએ પોતાની કેડર ના નિયમો નો ઠરાવ પોઝિટિવ અને સંગઠન દ્વારા કરવામાં આવેલા પ્રયત્નો અને બનાવવામાં આવેલા ડ્રાફ્ટ મુજબ જ સરકાર દ્વારા સ્વિકાર કરી જાહેર કરવામાં આવતા સમગ્ર ગુજરાતમાં આનંદ ના માહોલ સર્જાયો હતો
દરેક જીલ્લા માં તથા તાલુકામાં મોટીસંખ્યામાં એચ ટાટ મુખ્ય શિક્ષકો સંગઠન ના બેનર હેઠળ એકત્ર થઇ ઉજવણી કરી રહ્યા છે ત્યારે એચ ટાટ મુખ્ય શિક્ષક સંવર્ગ ના રાજ્ય ના પદાધિકારીઓએ આજે ગુજરાત ના મૃદુ અને મક્કમ, લોકપ્રિય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની સચિવાલય ખાતે મુલાકાત લઈ આભાર પત્ર આપી,મોમેન્ટો તથા શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું ૨૦૧૨ થી કાર્યરત એચ ટાટ કેડર ના નિયમો બન્યા નહોતા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા આ બાબતે વારંવાર માંગણીઓ , સંમેલનો, બેઠકો તથા આંદોલનનો ભાગ આ વિષય ને બનાવી આક્રમક રીતે રજુઆતો થતી હતી માન. શિક્ષણ મંત્રીશ્રી કુબેર ભાઈ ડિંડોર સાહેબ તથા પ્રફુલ્લ ભાઈ પાનસેરીયા સાહેબે આ બાબતે ખૂબ જ હકારાત્મક અભિગમ ધરાવી માન.મુખ્યમંત્રીશ્રી અને શિક્ષણ વિભાગ ની ટીમ સાથે સંકલન કરી સંગઠનની માંગણી મુજબ જ ઠરાવ કરતાં આજે માન. મુખ્યમંત્રીશ્રીનુ સન્માન કર્યું હતું થોડા દિવસ પહેલા બંને શિક્ષણ મંત્રીઓ નું સન્માન પણ સંગઠન દ્વારા કરવામાં આવ્યું હતું આજે સન્માન કાર્યક્રમમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત ના અધ્યક્ષ શ્રી ભીખાભાઈ પટેલ તથા મહામંત્રી શ્રી મિતેશ ભાઈ ભટ્ટ અતિરિક્ત મહામંત્રી શ્રી પરેશભાઈ પટેલ સહિત એચ ટાટ કેડર ના પદાધિકારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા આ તબક્કે ફરીથી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત બંને મંત્રીઓ સહિત માન. મુખ્યમંત્રીશ્રી અને શિક્ષણ વિભાગ નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે આવનારા સમયમાં એચ ટાટ કેડર ના મોટીસંખ્યામાં ઉપસ્થિત રહી મુખ્ય શિક્ષક મિત્રો ભવ્ય અભિવાદન કાર્યક્રમ કરશે.




