BHARUCHJHAGADIYA

વરસાદી પાણી ના પ્રવાહમાં ખેંચાયેલા કંપનીના કર્મચારીને બચાવનાર પોલીસ કર્મચારીનું સન્માન કરવામાં આવ્યું.

વરસાદી પાણી ના પ્રવાહમાં ખેંચાયેલા કંપનીના કર્મચારીને બચાવનાર પોલીસ કર્મચારીનું સન્માન કરવામાં આવ્યું.

 

જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાના હસ્તે અને કંપની અધિકારીઓની ઉપસ્થિતિમાં સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યું

 

ગત તારીખ ૨૪.૭.૨૪ ના રોજ ઝઘડિયા પંથકમાં ખૂબ ભારે વરસાદ ખાબકયો હતો, ગણતરીના કલાકોમાં જ પાંચ ઇંચ જેટલો વરસાદ ઝઘડિયા પંથકમાં નોંધાઈ ચૂક્યો હતો, રસ્તાઓ બંધ થઈ ગયા હતા, જેમાં ઝઘડિયા જીઆઇડીસીની ડીસીએમ શ્રીરામ લિમિટેડ કંપનીમાં ફરજ બજાવતા તુષાર પટેલ રહે. જુના કાસીયા તા. અંકલેશ્વર નાઈટ શિફ્ટ કરી ખરચી થી માંડવાવાળા રોડ પર વિકાસ હોટલ ની પાછળથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તે તેની બાઈક સાથે વરસાદી પાણીના ભારે પ્રવાહમાં ખેંચાયો હતો, આ બાબતની જાણ મુલદ પોલીસ ચોકી પર ફરજ બજાવતા જયેશ મણીલાલ પ્રજાપતિ નાઓને જાણ થતા તેઓ તાત્કાલિક તેમની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને લગભગ બે કલાકની ભારે જહેમત બાદ તુષાર પટેલને હેમખેમ રીતે બહાર કાઢવામાં આવ્યો હતો, જયેશ પ્રજાપતિની આ સરાહનીય કામગીરીને ધ્યાનમાં રાખી ઝઘડિયા જીઆઇડીસીની ડીસીએમ શ્રીરામ લિમિટેડ દ્વારા જયેશ મણિલાલ પ્રજાપતિ તથા અન્ય એક સહાયક પોલીસ કર્મીને સરાહાનીય કામગીરીને બિરદાવી પ્રોત્સાહન રૂપે જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાના હસ્તે સન્માન પત્રક અર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જિલ્લા ટ્રાફિક વિભાગના પોલીસ ઇન્સ્પેક્ટર મહેરીયા મેડમનું પણ પ્રશંશનીય કામગીરી બદલ કંપની દ્વારા તેમના કર્મચારીની જાન બચાવવા બદલ આભાર વ્યક્ત કરવામા આવ્યો હતો.

 

ઈરફાન ખત્રી

રાજપારડી

Back to top button
error: Content is protected !!