મહીસાગર જિલ્લામાં સ્વાતંત્ર દિનની ઉજવણી નો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ખાનપુર તાલુકા ખાતે યોજાનાર છે

મહીસાગર જિલ્લામાં ૧૫મી ઑગસ્ટ ૨૦૨૪ સ્વાતંત્ર દિનની ઉજવણીનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જિલ્લાના ખાનપુર તાલુકા ખાતે યોજાનાર છે. જેના આયોજનના ભાગરૂપે જિલ્લા કલેક્ટર શ્રીમતી નેહા કુમારીના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી સભાખંડ ખાતે વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.
અમીન કોઠારી:- 
આ
બેઠકમાં કલેક્ટરે જણાવ્યું હતું કે દેશના રાષ્ટ્રીય પર્વ ૧૫મી ઑગસ્ટ ૨૦૨૪ની ઉજવણી થવા જઈ રહી છે ત્યારે આપણે સૌએ તેમાં સહભાગી બનીએ.વધુમાં વધુ બાળકો અને ગ્રામજનો આ પર્વની ઉજવણીમાં જોડાય તે પ્રકારનું આયોજન કરવા સંબધિત અધિકારીઓને જણાવ્યું હતું.
સ્વતંત્ર દિનની જિલ્લા કક્ષાની ઉજવણી ખાનપુર તાલુકા ખાતે યોજાનાર છે જેને અનુલક્ષી તમામ સુવિધાઓ જેમ કે પાણીપુરવઠો,વીજળી પુરવઠો,મંડપ, આરોગ્ય જેવી સેવાઓ મળી રહે તેવું આયોજન કરવા સંબધિત વિભાગોને જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સી એલ પટેલ, નિવાસી અધિક કલેકટર સી વી લટા,પ્રાયોજના વહીવટદાર યુવરાજ સિદ્ધાર્થ, પ્રાંત અધિકારીઑ,મામલતદાર,મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સહિત વિવિધ વિભાગના અધિકારિઓ ઉપસ્થિત રહ્યા હતા.


