
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મુલોજ નાધરી વિસ્તારના પુંજારા ફળિયા નજીક ગરનાળાનું સમારકામ હાથ ધરાયું : પરંતુ ભ્રષ્ટાચાર ક્યારે અટકશે…? સળગતો સવાલ
મુલોજ ગામના નાધરી વિસ્તારમાં પુંજરા ફળિયામાં રહેતા લોકો માટે અવર-જવર માટે રામદેવ મંદિર પાસે ચોખલીવાળા વાંધા પર એક મહિના અગાઉ ગરનાળું બનાવવામાં આવ્યું હતું કોન્ટ્રાક્ટરે ગરનાળું બનાવવામાં લોટ લાકડું અને પાણી વાપરતા પ્રથમ વરસાદમાં ગરનાળું ધોવાઇ જતા પુંજરા ફળિયાના લોકો સંપર્ક વિહોણા બન્યા હતા આ અંગેનો અહેવાલ પ્રસિધ્ધ થતા તંત્ર દોડતું થયું હતું અને તાબડતોડ ગરનાળાનું સમારકામ હાથધરવામાં આવતા પુંજારા ફળિયામાં રહેતા પરિવારોએ હાશકારો અનુભવ્યો હતો મુલોજના તલાટી કમ મંત્રી કિંજલ ભટ્ટ વહેલી સવારે સ્થળ પર દોડી પહોંચી ગરનાળાનું સમારકામ કરાવી રસ્તો પૂર્વરત કરાવ્યો હતો
અરવલ્લી જીલ્લામાં વિકાસના કામોની કરોડો રૂપિયાની ગ્રાન્ટમાંથી જીલ્લાનો વિકાસ નહિવત અને અધિકારીઓ, કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરોના ખિસ્સાનો વિકાસ વિપુલ પ્રમાણ માં થઈ રહ્યો છે વિકાસના કામોમાં ભ્રષ્ટાચારની ઉધઈ લાગતા જીલ્લાનો વિકાસ રૂંધાઈ ગયો છે સ્થાનિક રાજકીય પદાધિકારીઓની મિલિભગત ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને છત્રછાયા પૂરી પાડતા હોવાનું લોકો અહેસાસ અનુભવી રહ્યા છે મોડાસા તાલુકાના મુલોજ ગામના નાધરી વિસ્તારમાં પુંજરા ફળિયા અવર જવર માટેના રસ્તા પર વાંધા પર એક મહિના અગાઉ બનાવેલ ગરનાળું વરસાદમાં ધોવાઇ જતા તંત્રનો ભ્રષ્ટાચાર નોંધરો થઈ ગયો હતો ગરનાળાની તપાસ વિજિલન્સ મારફતે કરવામાં આવે તો અનેક અધિકારીઓ, કર્મચારીઓ અને કોન્ટ્રાકટરના પગ તળે રેલો આવી શકે છે




