આદિજાતી પોશીના તાલુકામાં પ્રાકૃતિક ખેતીની ત્રણ દિવસીય તાલીમ યોજાઇ

આદિજાતી પોશીના તાલુકામાં પ્રાકૃતિક ખેતીની ત્રણ દિવસીય તાલીમ યોજાઇ
સાબરકાંઠા જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ તે માટે જિલ્લાના આદિજાતી વિસ્તાર પોશીના તાલુકાના આબામહુડા,લાખીયા અને દંત્રાલ ગામના ખેડૂતોને ત્રણ દિવસની કૃષિ કૌશલ્ય વિકાસ તાલીમ આપવામાં આવી હતી.
નાયબ ખેતી નિયામક(તાલીમ), ખેડૂત તાલીમ કેન્દ્ર-ખેડબ્રહ્મા, જિ.સાબરકાંઠા ની કચેરી દ્વારા “ખેડૂત ભાઇઓ માટે કૃષિ કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ” અંતર્ગત પોશીના તાલુકાના આબામહુડા,લાખીયા અને દન્ત્રાલ ગામના ખેડૂતોને ત્રણ દિવસની તાલીમ આપવામા આવી.આ તાલીમનુ આયોજન પોશીના ખાતે આવેલ તાલુકા સેવા સદનના તાલીમ હોલમા કરવામા આવ્યુ હતું. આ તાલીમમા ખેતીવાડી, પશુપાલન,બાગાયત,આરોગ્ય, વન વિભાગ, પ્રાકૃતિક કૃષિ વિગેરે વિષયોની ઉડાણ પૂર્વક માહિતી અધિકારીશ્રીઓ દ્વારા આપવામા આવી તેમજ ખેડૂતોને સરકારશ્રી દ્વારા આપવામા આવતી વિવિધ યોજનાકીય સહાયોની પણ જાણકારી આપવામા આવી. તાલીમના ભાગરૂપે ખેડૂતોને ક્ષેત્રિય મુલાકાત અંતર્ગત દાતીવાડા ખાતે કૃષિ યુનિવર્સિટી ખાતે….”સજીવ અને પ્રાકૃતિક ખેતી સંશોધન કેન્દ્ર”, કુદરતી સસાધન વ્યવસ્થા કેન્દ્ર, પશુ સવર્ધન કેન્દ્ર, સરદાર સ્મૃતિ કેન્દ્ર તેમજ અન્ય કૃષિ પાક સંશોધન કેન્દ્રોની મુલાકાત કરાવી અને નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામા આવ્યુ. તાલીમના અંતે તાલીમાર્થીઓના પ્રતિભાવો લેવામાં આવ્યા તેમજ નિયમ અનુસાર સ્ટાઇપન્ડ આપવામાં આવ્યુ. સમગ્ર તાલીમ-વર્ગ નુ સફળ આયોજન ખેડૂત તાલીમ કેન્દ્ર- ખેડબ્રહ્મા અને આત્મા પ્રોજેક્ટના અધિકારીઓ દ્વારા કરવામા આવ્યુ હતું.



