SURATSURAT CITY / TALUKO

સુરત શહેરમાં યોજાશે સૌથી મોટું આરટીઆઇ કાર્યકર સંમેલન

RTI ACT REFORM MOVEMENT INDIA ભારતનું સૌથી મોટું સંગઠ્ઠન. વકીલ મિત્રો , નિવૃત્ત પોલીસ અઘિકારીઓ, પંચાયત, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના મિત્રો, શિક્ષકો, આચાર્ય, પત્રકાર ભાઈબહેનો, સામાજિક સેવક નવયુવાનો, ઈજનેર અને કિસાન પુત્રો, નિવૃત્ત જવાન સૈનિક, ડોક્ટર તેમજ જુદાં જુદાં પક્ષનાં કાર્યરત અને પુર્વ ઉમેદવાર પદાધિકારીઓનું, માનવ અધિકાર કાર્યકર્તાઓ, મહિલા સન્નારીઓનું ૧૫૦૦ કરતાં વઘુ નિડર, નિસ્પદ નિસ્વાર્થ,નિસ્પૃહ સેવક સાથીઓનું સૌથી મોટું સંગઠ્ઠન એટલે RTI ACT REFORM MOVEMENT INDIA. દોસ્તો ૨૦૨૨ રાષ્ટ્રીય સંમેલન સુરતમાં મળ્યું હતું. જુદા જુદા રાજ્યના મિત્રો હાજર રહ્યાં હતાં. સવાર ૯ થી સાંજ છ સુધીની ભવ્ય પોગ્રામ સફળ બનાવ્યો હતો. ભારતના ખ્યાતનામ આરટીઆઇ એક્ટીવિસ્ટ અંજલિ ભારદ્વાજ, અરુંધતી રોય, મહેશ ગાંધી, ડૉ. હરિનેશ ભાવસાર સુરત, વકીલ વિનોદ પંડ્યા અમદાવાદ , દીપેશ જોશી સાવરકુંડલા, મહેન્દ્રભાઈ આણંદ,ગૌરાંગભાઈ સુરત, ચિરાગભાઈ નડિયાદ, ધર્મિષ્ઠાબેન જોશી જૂનાગઢ , પોલીસ અધિકારી આર સી પટેલ, પ્રો.કિશોર દેસાઈ અને સુરતના એનજીઓ જેમકે જનતા દરબાર, એનવાયએસ, એચએનડીએફ, તક્ષશિલા અગ્નિકાંડ જાગૃતિ મંચ, સુરતશહેરવાલી મંડળ, આઇએસી મુવમેંટ દ્વારા ખુબ સરસ સેવા પુરી પાડી હતી.આ વખતે પણ ખુબ ખર્ચ થાશે પહેલાની જેમ આપણાં સાથી મિત્રો નચિંત છે. તંત્રના પાપે લૂલો લંગડો લાચાર લોક અધિકાર એવમ માહિતી અધિકાર હાંફી રહ્યો છે. માહિતી માગનાર પર હુમલા થાય છે, હત્યા થાય છે. એ રાવણરાજ, હિટલર રાજ રોકવું છે. એક વાત યાદ રાખજો. નક્કી કરો, આ વખતે ૨૦૨૪ થી વધુ મિત્રોએ ભેગાં થવાનું છે. કોઈ એક વ્યક્તિનું કામ નથી. એક મેકના સહકાર યોગદાન સલાહ સુચન અને સક્રિય તન મન ધન ,ભાગીદારી વગર શકય નથી. આપણી સંસ્થા RARMIનું આપણાં ખીસામાં ઓળખ કાર્ડ હશે. જુદાં જુદા જિલ્લા, તાલુકે ગામેગામ આપણાં સાથી સહ કાર્યકર હશે. આપણી હિંમત શક્તિ ૨૦૦૦ ગણી વધી જશે. નીડર બનીએ એક વાત ધ્યાન રાખજો આપણી સંસ્થામાં કોઈ હોદ્દા વેચવામાં કે વહેચવામાં આવ્યા નથી કે વેચવામાં આવતાં નથી. આઈ કાર્ડ વેચતાં કે વહેંચતા નથી. જે મહેનત કરે એને એમના હક અધિકાર અવશ્ય મલે છે. આરટીઆઇ કાયદાનું તજજ્ઞો થકી માર્ગદર્શન અને સાથ મળે છે. જે નમ્ર ભાવે નિર્દેશ વિનંતી કરવામાં આવે એ સ્વીકાર કરજો . એનુ પાલન કરજો. કોઇને મનદુઃખ થાય એવું વર્તન કરશો નહીં. ભારતના વિવિધતામાં એકતા, માનવતા, સમભાવ સૌ સમાન એવા નિસ્વાર્થ, નિડર, નિસ્પૃહ, નિષ્પક્ષ ૨૦૦૦ મિત્રો ભેગાં થાય મતભેદ અલગ અલગ હોવાના, વિચાર ભેદ રહેવાનો. મનભેદ વિતંડાવાદ, હુંસાતુંસી કરશો નહીં. હું મોટો તું નાનો એ વિચાર નો ત્યાગ કરવો. સભ્યો માટે સંમેલનમાં હાજરી ફરજિયાત રહેશે. આ દિવાળી વેકેશનમાં સાથે મળી સુરત શહેરમાં પ્રકાશ જ્યોત મશાલ પ્રગટાવશું . ગામેગામ માહિતીના કાયદાનો જન હિતમાં વઘુ ને વધુ ઊપયોગ થાય. રાજ્ય માહિતી આયોગ ગુજરાત કમિશનર સાચા અર્થમાં આરટીઆઇ એકટના રખેવાળ બને. જે ખુરશીઓ ખાલી છે એ સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ ભરાય. આયોગમાં લોક પ્રતિનિધિત્વ જળવાય. આપણાં ધ્યાનમાં જે પણ સારા વ્યક્તિ હોય એમનું આપણાં સંગઠન વિશે ધ્યાન દોરશો. એમને સંગઠનમાં સામેલ કરવા પ્રેરિત કરશો. સાડા છ કરોડ ગુજરાતીઓના અધિકારની વાત કરવી છે. હું અને આપ*માત્ર નિમિત્ત બનીએ. જે મિત્રોએ એમનું આખું નામ, આખુ પૂરું સરનામું અને વોટસઅપ નંબર લખી ૯૯૦૪૦ ૧૨૧૬૯ ઉપર મોકલ્યાં છે મોકલવાના છે એમને એ આપણું નવું 2024નું ગ્રુપ છે. સૌને ઓળખકાર્ડ અપાશે. હાજરી ફરજિયાત રહેશે.આપણાં નવા ગૃપ RTI SAMMELAN 2024 માં આપનું સ્વાગત છે. એ પૈકી જે મિત્રો ગ્રુપની મર્યાદા જાળવશે એ ગ્રુપમાં સૌ એડમીન હશે. નિયમ તોડશે એમને કાયમીપણે ગ્રુપ સંગઠનથી રિમુવ કરાશે.સૌ પોતાના વિચાર વિનય મર્યાદા સહ રજૂ કરી શકશે. પરંતું જે લોકો આરટીઆઇ એક્ટ સિવાય, સંમેલન સફળ બનાવવાની સલાહ સુચન સિવાય અન્ય કોઈપણ પોસ્ટ કે ન્યુઝ, ફોટા યુ ટ્યુબ પોસ્ટ મુકશે કોઈપણ સૂચના આપ્યાં વગર ગ્રુપ માંથી રીમુવ કરવામાં આવશે . ૨૦૨૪ ના સંમેલન માટે ગુજરાતનાં તમામ જીલ્લામાંથી પ્રાથમિક નોંધણી શરુ છે. આપ માહિતી અધિકારનો ઉપયોગ કરો છો? આરટીઆઇ એકટ જાણવાનો અધિકાર શિખવા માગો છો? તક ચૂકશો નહીં. આજે જ આપનું નામ નોંધાવી લો. એક સાદી વાત , ક્રાંતિનો વિચાર, કલમકસોટીનો કસબી લહીઓ હોય કે લેખક, કોરા કાગળ પર લેખ હૉય પત્ર લખે પત્રકાર જેમના હાથમાં કલમ એનું સદાય સન્માન જાળવજો. કાયદાનું પાલન કરો અને કાયદાના પાલનનો સખત, કડક, કટ્ટર, દ્રઢ ,આગ્રહ રાખો . ___ આરટીઆઇ એક્ટ રિફોર્મ મુવમેંટ ઈન્ડિયા સંયોજક અને આરટીઆઇ સંમેલન ૨૦૨૪ આયોજક સદસ્યમંડળ સભ્ય દિપક પટેલ ૯૯૦૪૦ ૧૨૧૬૯

Back to top button
error: Content is protected !!