GUJARATMORBIMORBI CITY / TALUKO

Morbi:મોરબી ગ્રાહક સુરક્ષા અદાલતે વધુ એક ઉત્પાદન એકમને ન્યાય અપાવ્યો

 

Morbi:મોરબી ગ્રાહક સુરક્ષા અદાલતે વધુ એક ઉત્પાદન એકમને ન્યાય અપાવ્યો

 

 

મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાની ગ્રાહકોને ન્યાય અપાવવાના પ્રયાસને સફળતા મળી છે. જેમાં મોરબીના વતની અને મારૂતી નંદન પોલીસ નામના ઉત્પાદન એકમને ગુજરાત કલેકટર ઓફ ઇલેકટ્રીક સીટી અને પશ્ચિમ વીજ કંપની તરફથી અન્યાય થતા મોરબીના ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ ગ્રાહક અદાલતમાં કેસ કરતા મારુતિ નંદન પોલીસને પાંચ વર્ષનું એકઝામીનેશન સર્ટિફીકેટ અને પશ્ચિમ વીજ કંપનીને રૂા. ૭૨, ૫૬૧ અને ૮૦૦૦ બીજા કુલ ૮૦,૫૬૧ એસી હજાર પાંચસો એક સઠ ૯ ટકા ના વ્યાજ સાથે ચુકવવા ગ્રાહક અદાલત દ્વારા આદેશ ફરમાવવામાં આવેલ છે.

આ કેઇસની પ્રાપ્ત વિગત મુજબ મારુતિ નંદન પોલીસ એકમના માલીક વિજયભાઇ તથા અન્ય પાર્ટનરોએ પોતાના જીવન નિર્વાહ માટે નવી જગ્યા ઉપર નવું યુનીટ શરૂ કરેલ અને નવા મશીનરી માટે નવા જોડાણની જરૂર હોઈ જેથી પોતાના નામની કંપનીથી વિજ જોડાણ લીધેલ છે. ત્યારે ગ્રાહકે કલેકટર ઓફ ઇલેકટ્રીક ડયુટીને સમયસર અને વ્યવસ્થીત અરજી કરેલ પરંતુ ગુજરાત કલેકટર ઓફ ઇલેકટ્રીક સીટી દ્વારા અગાઉ વિજયભાઈ જે યુનિટમાં પાર્ટનરમાં હોય તે બાલાજી મર્સની વિગત માંગી ત્યારે ગ્રાહકે કહયુ કે ‘હુ તે યુનિટની ભાગીદારીમાંથી છુટો થઇ ગયેલ છું’ તેવા સોગંદનામા સાથે રજુઆત કરી અને ઇલેક્ટ્રિક સીટી ડ્યુટી એકઝામીનેશન સર્ટીની અરજી કરેલ ત્યારે સામાન્ય કારણ બતાવી ઈ.ડી. એ લેખિતમાં કહ્યું કે તમારૂ પ્રથમ ઉત્પાદીક એકમના વિઘુત શુલ્ક અધિનીયમ મુજબ નવા ઔધોગિક એકમ તરીકે માફી મળવા પાત્ર નથી અને તમારી અરજી દફતરે કરવામાં આવે છે ત્યારે આ બાબત તરફથી ગ્રાહકને અન્યાય થતા મોરબી/ જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્રારા ગ્રાહક અદાલતમાં કેઇસ દાખલ કરેલ જેથી ગ્રાહક અદાલતે ચુકાદો આપ્યો કે કંપનીની સેવામાં ખામી હોઇ આથી કલેકટર ઓફ ઇલેકટ્રીક સીટીને ૫ વર્ષનું એકઝામીનેશન સર્ટિમા અને પશ્ચિમ વીજ કંપનીને રૂા. ૭૨, ૫૬૧ અને ૮૦૦૦ અન્ય ખર્ચ રૂ.૮૦,૫૬૧ રૂપિયા ૯ ટકાના વ્યાજ સાથે ૧૯/૧૦/૨૩ થી ચુકવવાનો આદેશ કરેલ છે. કોઇપણ ગ્રાહકને અન્યાય થાય તો પ્રમુખ લાલજી મહેતા -મો. ૯૮૨૫૭ ૯૦૪૧૨, મંત્રી રામભાઈ મહેતા-મો.૯૯૦૪૭ ૯૮૦૪૮ સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Back to top button
error: Content is protected !!