DAHODGUJARAT

દેવગઢ બારીયા તાલુકામાં આરોગ્ય વિભાગ અને આઇ સી ડી એસ વિભાગ દ્વારા CMTC ખાતે વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી 

તા. ૦૧. ૦૮. ૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Devgadhbariya:દેવગઢ બારીયા તાલુકામાં આરોગ્ય વિભાગ અને આઇ સી ડી એસ વિભાગ દ્વારા CMTC ખાતે વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી

દર વર્ષે ૧ થી ૭ ઓગસ્ટ દરમિયાન ઉજવવામાં આવતા વિશ્વ સ્તનપાન સપ્તાહ અંતર્ગત દાહોદ જિલ્લામાં દાહોદ જિલ્લાના આરોગ્ય શાખા દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ ઉદય ટિલાવત ના માગૅદશૅન હેઠળ જિલ્લાના તમામ તાલુકાના પ્રાથમિક શહેરી તેમજ ગ્રામ્ય કક્ષાએ આયુષ્માન આરોગ્ય મંદીર માં વિવિધ કાર્યક્રમો દ્વારા”વિશ્વ સ્તનપાન સપ્તાહ” ની ઊજવણી કરવામાં આવશે

માતાનું ધાવણ આપવાથી બાળ મરણમાં ૧૩% સુધીનો ઘટાડો લાવી શકાય છે એક સર્વે મુજબ જન્મના એક કલાકની અંદર ફક્ત ૩૭.૮% બાળકોને સ્તનપાન શરૂ કરાવવામાં આવે છે અને છ માસ સુધી ફક્ત સ્તનપાન ૬૫% બાળકોને જ આપવામાં આવે છે માતાનું ધાવણ પહેલાં છ મહિના સુધી શિશુ માટે સંપૂર્ણ આહાર છે માતાનું ધાવણ શિશુને ન્યુમોનિયા તેમજ ઝાડા જેવી જીવલેણ બીમારીઓથી બચાવે છે તેમજ ભવિષ્યમાં શિશુને સ્થૂળતા લોહીનું ઊંચું દબાણ અને ડાયાબિટીસ જેવા અન્ય રોગો થવાનું જોખમ ઘટાડી શિશુના શારીરિક અને ભૌતિક વિકાસમાં મદદરૂપ બને છે અને માતાને સ્તન તેમજ ગર્ભાશયનું કેન્સર થવાના જોખમોને પણ ઘટાડી માતાને બાળકના જીવનભરના સ્નેહ ભર્યા સંબંધોને પ્રોત્સાહન આપે છે તારીખ ૧ થી ૭ ઓગસ્ટ વિશ્વ સ્તનપાન સત્તાની ઉજવણી દરમિયાન જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર અને એસ બીસીસી ટીમો દ્વારા વિસ્તારમાં દરેક સગર્ભા અને ધાત્રી માતાઓને શિશુના જન્મ પહેલા એક કલાક દરમિયાન સૂચક સફળ સ્તનપાનની સાચી શરૂઆત પેહેલું પીળું ઘટ્ટ ધાવણથી શિશુના આરોગ્યને થતા ફાયદા જન્મ પછી તરત જ નવજાત શિશુને એક કલાક સુધી શિશુને માતાની છાતી પર ત્વચાના સંપર્કમાં રહે તે માટે અને ૨૪ કલાક શિશુને માતા સાથે જ રાખવું માતા અને શિશુના સ્કીન ટુ સ્કીન કોન્ટેક દ્વારા શિશુના વિકાસમાં થતા ફાયદા વિશે માહિતગાર થાય તે માટે સુનિશ્ચિત કરી લધુશિબિર ગુરુ શિબિર દ્વારા અને આશા મીટીંગ તેમજ મમતા દિવસ દરમિયાન માહિતીનો પ્રચાર પ્રસાર કરવામાં આવશે

Back to top button
error: Content is protected !!