સાયલા તાલુકા નાં રસ્તાઓ પર વારંવાર ગટર તુટતા તંત્ર સામે અનેક સવાલો ઉઠ્યા.હલકી ગુણવત્તા વાળો માલ વાપરી ગટરનું કામ કરાયું હોવાનો આક્ષેપ.સાયલા બસ સ્ટેશન પાસે ગટર તુટતા બસો અને મુસાફરો ને અવરજવર કરવામાં તકલીફ. સુરેન્દ્રનગર નાં સાયલા તાલુકામાં વારંવાર ભ્રષ્ટાચારો સામે આવી રહ્યા છે જ્યારે થોડા દિવસો અગાઉ સાયલા સર્કલ પાસે ગટર તુટતા સળિયા બહાર આવી ગયા હતા. જેના લીધે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા હતા. તેવી જ રીતે સાયલા બસ સ્ટેન્ડ પાસે ગટરના સળિયા દેખાતા બીજી ઘટના સામે આવી છે જે દ્રશ્યો નજરે પડે છે. સાયલા તાલુકામાં વારંવાર આવી દુર્ઘટના સર્જાતિ હોય છે જ્યારે ન્યુઝના અહેવાલ પ્રસારિત કરતા હોય છે ત્યારે તંત્ર ધ્યાન દોરતું હોય છે પણ હલકી ગુણવત્તા નો માલ વાપરી કામ પુણ્ય કરવામાં આવે છે. જ્યારે લોકોમાં તંત્ર સામે અનેક સવાલો ઊભા થયા છે.
આ સમગ્ર ઘટના સુરેન્દ્રનગર આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ રમેશભાઈ મેરને જાણ થતા તુરંત ઘટના સ્થળે પહોંચી ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી હતી. તેમજ તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા હતા.