કાંકરેજ મામલતદાર ભરતભાઈ દરજીને વિદ્યાર્થિઓએ આવેદનપત્ર આપ્યું.
સ્પર્ધાત્મક પરીક્ષા માંથી સી.બી. આર.ટી.નાબુદ કરવાઅને ફોરેસ્ટ ભરતીમાં નોર્મલાઈઝેશન કરી માર્ક પ્રસિદ્ધ કરવા માંગણી કરાઈ...
સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પરીક્ષાઓ આપી ચૂકેલા કાંકરેજ તાલુકાના વિદ્યાર્થિઓએ કાંકરેજ મામલતદાર ભરતભાઈ દરજી ને આવેદનપત્ર આપી પોતાની માંગણીઓ સંદર્ભે લેખિત અને મૌખિક રજૂઆતો કરી હતી.
જયારે સ્પર્ધાત્મક પરીક્ષાઓ યોજવામાં આવેલ ત્યારે પરીણામ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં ઉમેદવારોના નામ પ્રસિદ્ધ કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. જોકે માર્કસ સાથે જ પ્રસિદ્ધ કરવા માટે માંગ કરી હતી અને અગાઉ પણ અનેક વખત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષાઓ યોજવામાં આવી છે અને લેવાઈ ગઈ છે પરંતુ અમુક અંશે જવાબદાર તંત્રના અધિકારીઓ અને ટેકનિકલ ખામીના કારણે વિદ્યાર્થિઓને પરેશાન થવાનો વારો આવતો હોય છે ત્યારે સરકાર તરફથી લેવામાં આવતી ફોરેસ્ટ ભરતીમાં કાંકરેજ તાલુકા સહિત સમગ્ર ગુજરાતમાં અન્યાય સામે અવાજ ઉઠાવ્યો છે અને પ્રાઈવેટ એજન્સીઓને પેપર ચેક કરવા માટે આપવામાં આવે છે જેમાં ગૂગલ ટ્રાન્સલેસનમાં અર્થનો અનર્થ થઈ જાય છે એનો ભોગ વિદ્યાર્થિઓ બને છે ત્યારે હવે આવી સિસ્ટમ પર ભરોસો રાખવો યોગ્ય નથી એવી હૈયા વરાળ વિધાર્થીઓએ કાઢી હતી.જો જી.પી.એસ.સી., પોલીસ ભરતી બોર્ડ જેવી સંસ્થા ની ઓફ લાઈન મોડ થી પરીક્ષા લેવાનો આગ્રહ રાખતી હોય તો ગૌણસેવા શા માટે ઓફલાઈન મોડથી પરીક્ષા ન લઈ શકે તેવા અનેક સવાલો સાથે કાંકરેજ મામલતદાર ભરતભાઈ દરજી ને આજરોજ તા. ૦૧/૦૮/૨૦૨૪ ના રોજ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.ત્યારે ભરતભાઈ દરજી એ જણાવ્યું હતું કે સ્પર્ધાત્મક પરીક્ષા ના વિદ્યાર્થિઓનો માંગણીઓ સંદર્ભે વડી કચેરીમાં મોકલી આપીને સરકાર સુઘી આવેદન પત્ર પહોંચાડવા ખાત્રી આપી હતી.
નટવર.કે.પ્રજાપતિ,થરા
મો. ૯૯૭૯૫ ૨૧૫૩૦