
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં મહિલાઓને સામાજિક, આર્થિક, માનસિક અને શારીરિક રીતે સંપન્ન તથા સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. સર્વાંગી વિકાસના મહત્વનાં પરિબળો જેવા કે સુરક્ષા, સ્વાવલંબન, કલ્યાણ અને સ્વાસ્થ્ય વગેરે ક્ષેત્રોમાં મહિલાઓ સક્ષમ થાય તે હેતુસર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ડાંગ જિલ્લામાં આજથી ૦૮ ઓગસ્ટ ૨૦૨૪ દરમ્યાન ‘નારી વંદન ઉત્સવ” ની ઉજવણી થઈ રહી છે.
કુશળ નેતૃત્વ હેઠળ બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત ‘નારી વંદન ઉત્સવ’ ૨૦૨૪ ની સાપ્તાહિત ઉજવણીના પ્રથમ દિવસની ‘મહિલા સુરક્ષા દિવસ’ થીમ સાથે જિલ્લાની મહિલાઓને શિક્ષિત કરવા, સુરક્ષા પ્રદાન કરવા અને સશક્ત કરવાના ઉમદા આશય સાથે ડાંગ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે “બેટી બચાવો બેટી પઢાવો” રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમા ડાંગ જિલ્લા પંચાયતનાં મહિલા અને બાળ વિકાસ ચેરમેન શ્રીમતી સારૂબેન વળવી, DHEWના જિલ્લા કો-ઓડિનેટર શ્રીમતી મરીયમ ગામીત, SHE-ટીમના શ્રીમતી સંગીતાબેન દ્વારા રેલીને લીલી ઝંડી બતાવી રેલીની શરૂઆત કરવામાં આવી હતી.
આ રેલીમાં મહિલા અને બાળ અધિકારીની કચેરીના કર્મચારીઓ, પોલીસ વિભાગના મહિલા જવાનો, SHE-ટીમ, ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન, સખી વન સ્ટોપના કર્મચારીઓ, વિવિધ મહિલા લક્ષી કાર્યક્રમના કર્મચારીઓ તેમજ શિક્ષણ વિભાગના સહયોગથી સરકારી માધ્યામિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા આહવા તથા વલ્લભ વિદ્યાલય ઉત્તર બુનીયાદી આહવા શાળાની વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો.




