Rajkot: રાજકોટમાં જન્માષ્ટમી લોકમેળાના પ્લોટ અને સ્ટોલની હરાજી અને ડ્રો ૩ ઓગસ્ટ એ યોજાશે
તા.૧/૮/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ શહેરમાં રેસકોર્ષ મેદાન ખાતે લોકમેળા સમિતિ દ્વારા તા. ૨૪ ઓગસ્ટથી ૨૮ ઓગસ્ટ સુધી શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી અર્થે લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે વિવિધ પ્લોટ અને સ્ટોલની હરાજી અને ડ્રો તા. ૩ ઓગસ્ટને શનિવારે કરવામાં આવશે.
જેમાં કેટેગરી-B રમકડાં, કેટેગરી-C ખાણીપીણી, કેટેગરી-J મધ્યમ ચકરડી અને કેટેગરી-K નાની ચકરડીનો ડ્રો સવારે ૧૧ કલાકે કરવામાં આવશે. તેમજ કેટેગરી-A ખાણીપીણી, કેટેગરી-B1 કોર્નર ખાણીપીણી, કેટેગરી-X આઈસ્ક્રીમ, કેટેગરી-Z ટી-કોર્નર, કેટેગરી-E યાંત્રિક, કેટેગરી-F યાંત્રિક, કેટેગરી-G યાંત્રિક અને કેટેગરી-H યાંત્રિકની હરાજી બપોરે ૧૨-૩૦ કલાકે યોજાશે. આ હરાજી અને ડ્રો નાયબ કલેકટર કચેરી, પ્રાંત રાજકોટ શહેર-૧, જૂની કલેકટર કચેરીના કમ્પાઉન્ડ, મીટીંગ રૂમ ખાતે યોજાશે, તેમ પ્રાંત કચેરીની યાદીમાં જણાવાયું છે.