JAMNAGARJAMNAGAR CITY/ TALUKO

શાળા નં-૧૮ ના વિધાર્થીઓએ રાજયકક્ષાની વિવિધ પરીક્ષામાં રાજ્ય મેરીટમાં સ્થાન મેળવ્યું

રાજય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ વિવિધ પરીક્ષામાં નગર પ્રાથમિક શિક્ષક સમિતિ સંચાલિત શાળા નં-૧૮ જામનગરના વિધાર્થીઓ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરીટ સ્કોલરશીપ યોજના, જ્ઞાનશક્તિ રેસિડેન્સીયલ સ્કૂલ્સ ઓફએક્સલન્સ, જ્ઞાન શક્તિ ટ્રાયબલ રેસિડેન્સીયલ સ્કૂલ્સ ઓફ એક્સલન્સ,રક્ષા શક્તિ સ્કૂલ્સ માટેની કોમન એન્ટ્રેસ  ટેસ્ટ પરીક્ષાની રાજય મેરીટ યાદીમાં શિવાની મઘુડિયા, હિમાંશી આંબલીયા, જાનવી અસ્વાર, મધુ ચોપડા, લક્ષ્મી મંડલ, સુપ્રિયા યાદવ, માહી સોંદરવા, નિર્જલા ભાટિયા, દ્રષ્ટી  ખેંગારિયા, સેજલ ભાલીયા, દિપાલી પરમાર, રાધિકા ચૌહાણ, દેવાંસીબા જાડેજા, મયુરી ડાભી, સંજના પરમાર, રાજલ ચારણ, મેઘના લીંબડ અને જ્યોતિ કારેણા તેમ કુલ ૧૮ વિદ્યાર્થીઓ રાજ્ય મેરીટમાં સ્થાન પ્રાપ્ત કર્યુ. જ્યારે નેશનલ મીન્સ કમ મેરિટ શિષ્યવૃત્તિ યોજનામાં જાનવી મકવાણા, ઉજાલા પટેલે રાજય મેરીટમાં સ્થાન મેળવ્યું હતું અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ શિષ્યવૃત્તિ પરીક્ષામાં જાનવી મકવાણા, ઉજાલા પટેલ, ભૂમિકા પરમાર અને નીતા મોઢાએ રાજય મેરીટમાં  સ્થાન મેળવ્યું હતું. જ્યારે પ્રાથમિક શિષ્યવૃતિ પરીક્ષા –પી.એસ.ઇમાં દેવાંશી પાગડા જામનગર કેંન્દ્રમાં પ્રથમ અને રાજ્ય મેરીટમાં સમાવિષ્ટ થતાં રાજય મેરીટમાં આવેલ વિધાર્થીઓ અને માર્ગદર્શક શિક્ષકો પરબતભાઇ રાવલિયા, જયેશભાઇ દલસાણિયા, પરીતાબેન કુંડાલિયા અને મોતિબેન કારેથા અને તમામ શિક્ષકોને શાળાનાં મુખ્ય શિક્ષક દિપક પાગડા, સી.આર.સી. સમિરાબેન જિવાણી  અને શાળા પરિવાર અભિનંદન પાઠવે છે.

Back to top button
error: Content is protected !!