BANASKANTHAPALANPUR

સ્વસ્તિક શૈક્ષણિક સંકુલની દીકરીઓ ફૂટબોલ સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ વિજેતા

2 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર બનાસકાંઠા જિલ્લા બ્યુરો

ઓલ ગુજરાત ઓપન કરાટે ચેમ્પિયનશિપ 2024 તારીખ 26 થી 28 જુલાઈ 2024 યુગપુર સ્વામી વિવેકાનંદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, આણંદ ગુજરાત ખાતે યોજવામાં આવેલ. જેમાં સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ પાલનપુર ની સાળવી પ્રાથમિક શાળાની યશવી જીગ્નેશકુમાર પટણી U-12 માં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો.તદુપરાંત, સબ જુનિયર ગર્લ્સ અન્ડર 14 ફૂટબોલ ટુર્નામેન્ટ તારીખ 28 જુલાઈ જીમખાના ફૂટબોલ ગ્રાઉન્ડ પાટણ ખાતે યોજવામાં આવેલ. જેમાં ધૂન અંકિત જોશીએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ છે. હવે ધૂન જોષી નેશનલ કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા આ પ્રસંગે મંડળના પ્રમુખ રમેશભાઇ પટેલ સહિત શાળાના આચાર્ય રવિન્દ્રભાઈ મેણાત અને રંજનબેન પટેલ તથા સ્પોર્ટ્સ ટીચર જીતુભાઈ પટેલે શુભેચ્છાઓ પાઠવી હતી.

Back to top button
error: Content is protected !!