GONDALGUJARATRAJKOT CITY / TALUKO

Gondal: ગોંડલમાં નવજાત શિશુઓની જન્મદાત્રીઓને સ્તનપાનના મહત્વ વિષે સમજાવાયું

તા.૨/૮/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot, Gondal: વિશ્વભરમાં સ્તનપાનને પ્રોત્સાહન આપવા અને બાળકોના સ્વસ્થ્યને સુધારવા માટે જાગૃતિ ફેલાવવાના હેતુસર તા. ૧ ઓગસ્ટથી ૭ ઓગસ્ટ દરમિયાન ‘વિશ્વ સ્તનપાન સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. વર્ષ ૨૦૨૪ની થીમ “અંતર ઘટાડીએ, સ્તનપાન માટે સહયોગ આપીએ” છે. જેને ધ્યાનમાં લઈને જિલ્લા સંકલિત બાળ વિકાસ યોજના કચેરી અંતર્ગત ગોંડલમાં નવજાત શિશુઓની જન્મદાત્રીઓને સ્તનપાનના મહત્વ વિષે સમજાવીને ‘વિશ્વ સ્તનપાન સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી હતી.

આ તકે ગોંડલ ઘટક-૧ આંગણવાડી કેન્દ્રના બાળ વિકાસ યોજના અધિકારીશ્રી સોનલબેન વાળા એ ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે મુલાકાત લઈને તાજેતરમાં માતા બનેલી મહિલાઓને સ્તનપાનના મહત્વ વિષે જણાવવામાં આવ્યું હતું. જેમાં નવજાત શિશુને જન્મ પછી ૬ મહિના સુધી માત્ર માતાનું દૂધ જ પીવડાવવું જોઈએ, બાળકને માતાનું દૂધ મળે તો અનેક બીમારીઓથી બચાવી શકાય, માતાનું દૂધ નવજાત શિશુની અંદર શક્તિનો સંચાર કરીને તેમની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે, માતાના સારા આરોગ્ય માટે પણ બાળકોને સ્તનપાન કરવું જરૂરી છે, જેવી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમજ તેમને લોહતત્વ ગોળી, કૃમિનાશક ગોળી, વિટામીન એ અને કુટુંબ નિયોજન પદ્ધતિ વિષે માહિતગાર કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમ માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી પી. કે. સિંઘ, આઈ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસરશ્રી સાવિત્રીબેન નાથજી, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડો. ગોયલના માર્ગદર્શન હેઠળ મુખ્ય સેવિકાશ્રી પિન્ટુબેન દવે, વર્ષાબેન ભટ્ટ, નયનાબેન મહેતા, મુકતાબેન ડોબા સહિતના કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.

Back to top button
error: Content is protected !!