GUJARATIDARSABARKANTHA

હિંમતનગરની શ્રીમતી એચ.એસ.વ્યાસ વિદ્યાલય ચાંદરણી ખાતે “બેટી બચાવો બેટી પઢાવો” અંતર્ગત કાર્યક્રમ યોજાયો*

હિંમતનગરની શ્રીમતી એચ.એસ.વ્યાસ વિદ્યાલય ચાંદરણી ખાતે “બેટી બચાવો બેટી પઢાવો” અંતર્ગત કાર્યક્રમ યોજાયો*

************

સાબરકાંઠા જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર ગુજરાત સરકાર દ્વારા નારી વંદન ઉત્સવ-૨૦૨૪ નિમિત્તે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા જિલ્લા વહીવટી તંત્ર સાબરકાંઠાના સંયુક્ત ઉપક્રમે બેટી બચાવો બેટી પઢાવો દિવસની ઉજવણી હિંમતનગરની શ્રીમતી એચ.એસ.વ્યાસ વિદ્યાલય ચાંદરણી ખાતે કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ડીસ્ટ્રીકટ મિશન કૉ- ઓર્ડીનેટરશ્રી દેવાંગભાઈ સુથાર દ્વારા PCPNDT એક્ટ અંર્ગત જાગૃતિ,ગુડ ટચ બેડ ટચ તથા મહિલા અને બાળ વિકાસ વિભાગની કાર્યરત તમામ યોજનાઓની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.જેમાં ગંગા સ્વરૂપા વિધવા આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના, વ્હાલી દિકરી યોજના, મહિલા સ્વાવલંબન યોજના, પોલીસ બેઈઝડ સપોર્ટ સેન્ટર, સખી વન સ્ટોપ સેન્ટર, ૧૮૧ મહિલા અભયમ હેલ્પલાઈન,નારી સંરક્ષણ કેન્દ્ર વગેરે વિશે માહિતી આપવામાં આવી હતી.

બેટી બચાવો બેટી પઢાવો દિવસની ઉજવણી અંતર્ગત શાળામાં દિકરીઓને પેડ વિતરણ, દીકરી વધામણા કીટ, વહાલી દીકરી મંજૂરી હુકમનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.

આ કાર્યક્રમમાં પૂર્વ સરપંચશ્રી મીનાક્ષીબા ભાટી, જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી ડૉ.પ્રજ્ઞાબેન.એસ.ત્રિવેદી, દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીશ્રી પી.આર.પટેલ, બાળ સુરક્ષા અધિકારીશ્રી, મેડીકલ ઓફિસરશ્રી ડૉ.કોમલબેન, બાળ સુરક્ષા એકમ કાઉન્સીલરશ્રી, સોશ્યલ વર્કરશ્રી, પૂર્ણા કન્સલટન્સશ્રી,DHEW સ્ટાફ મોટી સંખ્યામાં મહિલા, કિશોરીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!