MORBI:મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા જુગારની અલગ -અલગ બે રેડમા નવ ઇસમો ઝડપાયા
MORBI:મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા જુગારની અલગ -અલગ બે રેડમા નવ ઇસમો ઝડપાયા
જુગારના પ્રથમ દરોડામાં પોલીસે પ્રધાનમંત્રી આવાસ યોજનાની લોબીમાં જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી કિશોરભાઇ હરજીવનભાઇ રાઠોડ, જયદિપભાઇ પ્રવિણભાઇ દેવાયતકા, રાજેશભાઇ શાંતીલાલ રાવલ, નિરવ ઉર્ફે લાલો સુભાષભાઇ મીરાણી, નરેશભાઇ નાનજીભાઇ જસાપરા, મુકેશભાઇ અરજણભાઇ જાદવ અને હસમુખભાઇ નારણભાઇ કંજારીયાને તીનપતી જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 20,750 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
જયારે બીજા દરોડામાં સીટી એ ડિવિઝન પોલીસે લક્ષ્મીચેમ્બર નીચે ગ્રાઉન્ડમાંથી આરોપી અનીલભાઇ હરીભાઇ ઠક્કર, રહે.લોટસ એપાર્ટમેંટ રવાપર રોડ મામા ફટાકડા ની બાજુમા મોરબી અને હનીફભાઇ મામદભાઇ રંજા નામના આરોપીઓને તીનપતી રોન પોલીસનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપીયા 2080 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.