DAHODGUJARAT

દાહોદ તાલુકાની પુંસરી પ્રાથમિક શાળાના શિક્ષકે ઝોન કક્ષાના એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલમાં ભાગ લીધો

તા.૦૧.૦૩.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ તાલુકાની પુંસરી પ્રાથમિક શાળાના શિક્ષકે ઝોન કક્ષાના એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલમાં ભાગ લીધો

જી.સી.ઈ.આર.ટી દ્વારા પ્રેરિત ૧૦ માં ઝોન કક્ષાની એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલમાં પૂંસરી પ્રાથમિક શાળા તા: જિ: દાહોદના શિક્ષક સુરેશભાઈ રમેશભાઈ માળીએ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે “અંગ્રેજી શીખીએ હસતા રમતા” વિષય ઉપર ઇનોવેશન રજૂ કર્યો જેમાં વિદ્યાર્થીઓ અર્લી સ્ટેજ અને મિડલ સ્ટેજમાં ભણતા ધોરણ ૩ થી ૮ સુધીના બાળકોને અંગ્રેજી વાચન,અર્થગ્રહણ,અભિવાદન અને વ્યાકરણલક્ષી સમસ્યાને સરળતાથી અને લર્નિંગ આઉટકમ્સ સાથે ખુબજ સરળતાથી અને આનંદ સાથે હસતા રમતા લર્નિંગ મટિરિયલનો ઉપયોગ કરી કેવી રીતે શીખવી શકાય તેના પર પોતાનું ઇનોવેશન રજૂ કર્યું હતું. અગાઉ જિલ્લા કક્ષાના એજ્યુકેશન ફેર માં પ્રથમ ક્રમે રહ્યા પછી તારીખ ૨૭-૨-૨૦૨૫ થી ૧-૩-૨૯૨૫ સુધી ઝોન કક્ષાની સ્પર્ધા માટે દાહોદ જિલ્લાનું નેતૃત્વ કરશે

Back to top button
error: Content is protected !!