
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
બાયડના પૂર્વ ધારાસભ્ય અને લોક લાડીલા રામસિંહ સોલંકીનું દુઃખદ અવસાન : 7 વખત વિધાનસભા ની ચૂંટણી લડી
અરવલ્લી જિલ્લામાં બાયડ તાલુકાના આમોદરા ગામના વતની એવા રામસિંહ રૂપસિંહ સોલંકી જેઓએ રાજકીય ક્ષેત્રે એક આગવું નામ ધરાવતા હતા તેમનો જન્મ 16-05-1947 ના રોજ થયો હતો અને સાદગાઈ માત્ર એમનું જીવન રહ્યું હતું 70 વર્ષની વયે આમોદરા ગામે નિધન થયું હતું રામસિંહ સોલંકી વાત કરીએ તો ૧૯૮૦,૧૯૮૫,૨૦૦૨ માં કોંગ્રેસના ધારાસભ્ય બન્યા હતા બીજી તરફ ૧૯૯૫માં કોંગ્રેસે ટિકિટ નહીં આપતા અપક્ષમાં ઉભા રહી ચૂંટણી જીત્યા હતા.કોંગ્રેસ અને અપક્ષમાં રહી સાત વખત વિધાનસભા ચૂંટણી લડયા હતા. એક સમય એ તેઓ લોકસભાની ચૂંટણી પણ લડ્યા હતા.રાજકીય ક્ષેત્રે પોતનું પ્રભુત્વ કેળવી લોકોના દિલમા વસી ચુક્યા હતા. પરંતુ છેલ્લા કેટલાય સમયથી ના તંદુરસ્ત હોવાથી તેમનું 70 વર્ષની ઉંમરે અવસાન થયું હતું પોતના બાયડ વિસ્તારના તેઓ એક લોકપ્રિય નેતા પણ હતા. હાલ પોતાનો પરિવાર પશુપાલન વ્યવસાય અને ખેતી સાથે જોડાઈ ગુજરાન ચલાવી રહ્યાં છે. પોતાના પરિવારમાં બે દીકરા અને એક દીકરી હયાત છે આમ સાહીઠ વર્ષીય રાજકીય કારકિર્દી ને તેઓ એ પસાર કરી અંતે 70 વર્ષની ઉંમરે અવસાન થતા સમગ્ર બાયડ પંથકમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો





