ARAVALLIGUJARATMODASA

અરવલ્લી : ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી મોડાસા દ્ધારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજી 500 રોપાઓ વાવવામાં આવ્યા.

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી મોડાસા દ્ધારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજી 500 રોપાઓ વાવવામાં આવ્યા.

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, અરવલ્લી સિંચાઇ વિભાગ અને મોડાસા નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે સિંચાઇ વિભાગના કમ્પાઉન્ડમાં 500 રોપાઓ વાવી ઉછેર કરવાની પ્રતિજ્ઞા લીધી.

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અરવલ્લી જિલ્લા શાખા મોડાસા દ્ધારા અરવલ્લી સિંચાઇ વિભાગ (સિંચાઇ કોલોની) ના કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું. અરવલ્લી સિંચાઇ યોજના વિભાગ અને મોડાસા નગરપાલિકાના સહયોગથી યોગ્ય માવજત કરવાના સંકલ્પ સાથે પ્રથમ ચરણમાં વરસાદી માહોલમાં 500 રોપાઓ વાવી વૃક્ષારોપણ કરવામાં આવ્યું. તે માટે પૂર્વ તૈયારીના ભાગરૂપે જગ્યા, સાફ સફાઈ, ખાડા, રોપાઓ, પાણી વગેરેની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અરવલ્લી જિલ્લા શાખા મોડાસાના ચેરમેન ભરતભાઈ પરમારએ સહભાગી થવા બદલ તમામનો આભાર માન્યો હતો તથા પર્યાવરણ બચાવવાના ઉદ્દેશથી અઠવાડીયામાં વધુ 2000 વૃક્ષો આજ કમ્પાઉન્ડમાં વાવી ઉછેર રેડક્રોસ દ્ધારા કરવામાં આવશે તેમ જણાવ્યુ હતું. આ પ્રસંગે મોડાસા નગરપાલિકા પ્રમુખ નિરજભાઈ શેઠ તથા ચીફ ઓફિસર ભદ્રેશભાઈ પટેલએ પ્રાસંગિક પ્રવચન આપતા રેડક્રોસના વૃક્ષારોપણ કાર્યક્રમને બિરદાવ્યો હતો તથા પર્યાવરણ બચાવવા આગામી સમયમાં પણ રેડક્રોસની પ્રવૃત્તિઓમાં સહભાગી થવા જણાવ્યુ હતું. આ પ્રસંગે રેડક્રોસના ટ્રેઝરર  વિઠ્ઠલભાઈ પટેલ, કારોબારી સભ્ય મુકેશભાઈ પટેલ, કનુભાઈ પટેલ, લલિતચંદ્ર બુટાલા તેમજ રી.ફોરેસ્ટર  કાંતિભાઈ સુતરીયા,  કૌશિકભાઈ ગોર, અરવિંદભાઈ પ્રણામી, જયેન્દ્રભાઈ પંડ્યા, સિંચાઇ વિભાગના કર્મચારીઓ, નગરપાલિકાના કર્મચારીઓ વગેરેએ હાજર રહી વૃક્ષારોપણ કર્યું હતું. રેડક્રોસના સેક્રેટરી રાકેશભાઈ જોષીએ તમામ ઉપસ્થિત મહેમાનો અને પર્યાવરણ પ્રેમી સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!