GUJARATHALOLPANCHMAHAL

હાલોલ:જિલ્લા સંચાલિત શાળાકીય અંડર-14,17,19 રમત ગમત સ્પર્ધામાં સરસ્વતી શાળાની બે વિદ્યાર્થીનીઓએ તાલુકા કક્ષાએ પ્રથમ અને દ્રિતિય ક્રમાંક પ્રાપ્ત કર્યો

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૪.૮.૨૦૨૪

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર આયોજિત જિલ્લા રમત ગમત અધિકારીની પંચમહાલ જિલ્લા સંચાલિત શાળાકીય (under 14,17 અને અંડર 19) રમત ગમત સ્પર્ધા વીએમ સ્કૂલ હાલોલ ખાતે રાખવામાં આવેલ હતી.જેમાં સરસ્વતી શાળાના બાળકોએ વિવિધ રમતોમાં ભાગ લીધેલ હતો જેમાં એથ્લેટિક રમતગમત સ્પર્ધામાં સરસ્વતી શાળાની વિદ્યાર્થીનીઓએ તાલુકા કક્ષાએ પ્રથમ અને દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરેલ છે જેમાં ગોહિલ ઉર્વિશા જયદીપસિંહ (7-અ) પ્રથમ ક્રમાંક હાલોલ તાલુકા કક્ષાએ-> ઉંચી કુદ માં નબર પ્રાપ્ત કર્યો હતો તેમજ સરકાર શના હેદરભાઈ (8-અ) દ્વિતીય ક્રમાંક હાલોલ તાલુકા કક્ષાએ -> લાંબી કુદ માં નંબર મેળવ્યો હતો.જેમાં શાળાના પ્રમુખ, ટ્રસ્ટીસીઓ આચાર્ય તેમજ શિક્ષક ગણ તરફથી તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.તેમજ તેઓ તેમના જીવનમાં આગળ પણ સફળતા પ્રાપ્ત કરે તેવી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!