
તા. ૦૪. ૦૮. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જીલ્લામાં નારી વંદન ઉત્સવ અંતર્ગત “મહિલા સ્વાવલંબન દિવસ અને રોજગાર ભરતી મેળો”વિવિધ વિસ્તારોમાં યોજાયો
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં “નારી વંદન ઉત્સવ”ની ઉજવણી થઇ રહી છે તે અંતર્ગત દાહોદ જીલ્લામાં મહિલા અને બાળ અધિકારીની કચેરી અને જિલ્લા રોજગાર કચેરીના સયુંકત ઉપક્રમે “મહિલા સ્વાવલંબન દિવસ અને રોજગાર ભરતી મેળાનું” આયોજન કરવામાં આવ્યું.
દાહોદ શહેરમાં કૃષ્ણ પ્રણામી સમાજવાડી, પંકજ સોસાયટી ખાતે મહિલા અને બાળ અધિકારી રોહનની અધ્યક્ષતામાં મહિલા સ્વાવલંબન દિવસ અને રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું.ભરતી મેળામાં૧૮ થી ૩૫ વર્ષના અને ધો-૮ પાસ થી ધો-૧૨ પાસ,જુદાં જુદાં ટ્રેડ આઈ.ટી.આઈ અને ડીપ્લોમાં, ગ્રેજ્યુએટ લાયકાત ધરાવતી મહિલા ઉમેદવાર ઉપસ્થિત રહેલ.ભરતી મેળામાં દાહોદ,ગોધરા,વડોદરા અને અમદાવાદ જીલ્લામાંથી ૭ નોકરીદાતા ઉપસ્થિત રહ્યા.જેઓ દ્વારા ઓફીસ આસીસ્ટંટ,ટ્રીની,ટ્રીની કેન્દ્ર મેનેજર, લાઈન ઓપરેટર, કોમ્પ્યુટર ઓપરેટર જેવા ટેકનીકલ અને નોન ટેકનીકલ જગ્યા માટે ૨૫૬ રોજગાર ઈચ્છુક મહિલા ઉમેદવાર હાજર રહ્યા હતાં.જે પૈકી ૧૮૨ મહિલા ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા રોજગાર કચેરીમાંથી ધર્મેશભાઈ ચૌહાણ દ્વારા મહિલાઓને સ્વ રોજગાર લોન સહાય તેમજ વોકેશનલ તાલીમ કોર્ષ અંગે માર્ગ દર્શન આપવામાં આવ્યું.તેમજ રોજગારલક્ષી ઓનલાઈન અનુબંધમ પોર્ટલ પર નામ નોધણી માટે રજીસ્ત્રેશન કરવા અંગે માહિતી આપવામાં આવી.કૃષ્ણપ્રણામી કોલેજના આચર્ય પારુલ સિંહ ચૌહાણ દ્વારા ઉપસ્થિત બહેનોને પોતે પોતાના પગભેર થઈ રોજગારી અથવા સ્વ રોજગારી મેળવે છે તો તેઓના જીવન નિર્વાહ ચલાવવામાં ખુબજ મોટો ફાળો આપે છે.અને ઘર સંસારને આર્થિક તંગીમાંથી મુક્ત રાખી સંસાર સુવિધા યુક્ત રાખ્વામાં મદદરૂપ થાય છે રોહન ચૌધરી મહિલા અને બાળ અધિકારી દ્વારા બહેનોનેસ્વમાનભેર જીવન જીવવા તેમજ સ્વરોજગારી મેળવવા સ્વાવલંબન યોજના થકી પોતે પોતાનો વ્યવસાય શરુ કરવા અંગે સાથે સરકારી નોકરીની જુદી જુદી પરીક્ષા માટે સરકારની જુદી જુદી એજન્સી દ્વારા તક આપવામાં આવે છે ત્યારે તેની તૈયારી કરવા પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું.આવી તૈયારી કરતી મહિલાઓને પોતાના ગામમાં લાયબ્રેરીની શરૂઆત કરી તેમાં તમે અને આસપાસના સાથી મિત્રોને વાંચન માટે પ્રેરિત કરવા જણાવ્યું.જો આવી કોઈ ઉત્છુક મહિલાઓ અમને એ બાબત કહેશે તો વિના મુલ્યે જરૂરી પુસ્તકો પુરા પાડવા માટે જણાવી સ્વાવલંબન દિવસની બહેનોને શુભેચ્છા પાઠવી હતી





