GUJARATKUTCHMANDAVI

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત સંલગ્ન મુખ્ય શિક્ષક HTAT શૈક્ષિક મહાસંધ ગુજરાત.

વાત્સલ્યણ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.

માન. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનો અભિવાદન કાર્યક્રમ યોજાશે.

કચ્છ જિલ્લા માંથી મુખ્ય શિક્ષક શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા અધ્યક્ષ ભરતભાઇ ભુરિયા અને મહામંત્રી અમરાભાઈ રબારીના નેજા હેઠળ બહોળી સંખ્યામાં જિલ્લાના મુખ્ય શિક્ષકો સહભાગી થશે.

ભુજ,તા-૦૪ ઓગસ્ટ  : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત સંલગ્ન મુખ્ય શિક્ષક HTAT શૈક્ષિક મહાસંઘ દ્વારા 2012 થી નિમણૂક થયેલા મુખ્ય શિક્ષકો ના પ્રશ્નો અને નિયમો નો ઠરાવ ઝડપથી બહાર પાડવામાં આવે એવા પ્રયત્નો થઇ રહ્યા હતા અનેક બેઠકો, સંમેલનો, રજુઆતો, મુલાકાતો તથા આંદોલનો બાદ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે ડો‌. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અમદાવાદ ખાતે ગુજરાત ના 800 જેટલા એચ ટાટ મુખ્ય શિક્ષકો ની બેઠક બોલાવી અભૂતપૂર્વ કહી શકાય એ રીતે દરેક નો મત જાણી ને કાચો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો હતો જેને ફાઈનલ સ્વરુપ આપી સંગઠન દ્વારા માન. મુખ્યમંત્રીશ્રી તથા બંને શિક્ષણ મંત્રીશ્રીઓ ને તથા શિક્ષણ વિભાગને એ ડ્રાફ્ટ આપવામાં આવ્યો હતો સંગઠન માટે ગૌરવ અને આનંદનો વિષય બન્યો જ્યારે એજ કાચો ડ્રાફ્ટ સરકાર દ્વારા ઠરાવ સ્વરૂપે નિયમો બની ને બહાર આવ્યો આ અતી આનંદ નો વિષય હતો આ આનંદ ની ઉજવણી કરવા માટે જેમના થકી આ શક્ય બન્યું છે એવા ગુજરાત સરકાર ના યશસ્વી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને શિક્ષણ મંત્રીશ્રી પણ વર્ષોથી આ કેડર માટે પોઝિટિવ રહ્યા છે એવા કેબીનેટ શિક્ષણ મંત્રીશ્રી કુબેર ભાઈ ડિંડોર સાહેબ તથા રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયા સાહેબ નો અભિવાદન કાર્યક્રમ કરી આનંદ ની ઉજવણી કરવામાં આવશે ગુજરાતના સુપ્રસિદ્ધ તિર્થ ધામ ડભોડીયા હનુમાનજી મંદિર ડભોડા તા.જી.ગાધીનગર ખાતે પવિત્ર શ્રાવણ માસ ના પ્રથમ સોમવારે તારીખ-5/8/2024.ના આ કાર્યક્રમમાં સંસદસભ્યો, ધારાસભ્યો પણ ઉપસ્થિત રહેશે સંગઠન દ્વારા અભિવાદન કરી એચ ટાટ કેડર ના મિત્રો ના બદલી કેમ્પ સહિત ના પડતર પ્રશ્નો ઉકેલવા માટે માંગણી કરવામાં આવશે ગુજરાતમાં શાળા નું નેતૃત્વ કરી શાળાને શ્રેષ્ઠ બનાવવા મથી રહેલા સૌ મુખ્ય શિક્ષક મિત્રો સહિત સર્વે પત્રકાર મિત્રો ને મુખ્યમંત્રી અભિવાદન કાર્યક્રમમાં આવવા માટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત તરફથી હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!