અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
આજથી શરુ થતા શ્રાવણ માસમાં શીવમંદિરો હરહર મહાદેવના નામથી ગુંજી ઉઠ્યા,પંચમુખી સોમેશ્વર મહાદેવજી મંદિર ખાતે અનોખી ભક્તિ
આજથી શરુ થતા શ્રાવણ માસમાં શીવ મંદિરો હરહર મહાદેવ ના નામથી ગુંજી ઉઠ્યા છે ગ્રામ્ય વિસ્તારમાં પણ સવારથી જ શિવભક્તો શીવ મંદિરે પોહ્ચ્યા હતા. માજુમ નદી ને કિનારે આવેલ પંચમુખી સોમેશ્વર મહાદેવજી મંદિર રેલ્લાંવાડા ખાતે શીવ ભક્તો દ્વારા અને મંદિરના પૂજારી દ્વારા વિવિધ મંત્રોચાર કરી પંચમુખી શિવલિંગ ને બીલીપત્ર તેમજ જલાભિષેક, અબીલ, ગુલાલ સહીત તેમજ દૂધનો અભિષેક કરી શિવને પ્રસન્ન કરી ભક્તો દ્વારા શિવની આસ્થા સાથે મહા આરતી કરવામાં આવી હતી અને સમગ્ર વાતાવરણ શિવમય બન્યું હતું શ્રાવણ માસમાં સવાર સાંજ બે ટાઈમ મહા આરતી તેમજ દરરોજ 5 હજાર જેટલા બિલ પત્ર ચડાવવામા આવે છે. આ મંદિર ખાતે મોડાસા સહીત આજુબાજુના ગામના લોકો દર્શન અર્થ એ અને શિવનની આરાધના કરવા માટે આવતા હોય છે
આ ઉપરાંત અરવલ્લીના શામળાજી પાસે સ્વયંભુ રૂદ્રેશ્વર,ભિલોડાના ભવનાથ થી માંડી મોડાસાના કાશી વિશ્વનાથ..સાયરા જતા ગેબી મહાદેવ , શામપુરના સ્વયંભુ કુઢેરા મહાદેવ.વાદીયોલના વૈજનાથ મહાદેવ,ટીટોઈ ટેકરી મહાદેવ .કુડોલના સોમનાથ મહાદેવ .ઉમેદપુર -(દધાલીયા)માં પ્રાચીન વિરેશ્વર મહ્દેવ,મોટી ઈસરોલમાં મોટેશ્વર મહાદેવ,જીતપુરમાં જબળેશ્વર મહાદેવ અને માધુપુર પાસે ધારેશ્વર મહાદેવ,ભાટકોટા-રામેશ્વર કમ્પા-નાની ઇસરોલના ત્રિભેટે પંચ મહેશ્વર(વડેશ્વર),રાજેન્દ્રનગરના સોમનાથ .,ઉભરાણ પાસે શૂલપાણેશ્વર સહિતના શિવાલયો ઉપરાંત સાબરકાંઠામાં સ્વયંભુ વિજયનગર પાસે જંગલમાં વિરેશ્વર મહ્દેવ મંદિરે પણ શ્રાવણ માસ માં શિવજી નો વિશેષ દિવસ ગણાતા સોમવારે ભક્તો નો અવિરત પ્રવાhહ વહેલી સવાર થી રાત્રી ના ૯ વાગ્યા સુધી શિવાલયો માં હર-હર મહાદેવ ના નાદ અને ઘંટારવ થી ગુંજી ઉઠ્યા હતા.