GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

Halvad:હળવદ એક્સિડન્ટ ઘટાડવા માટે હાઇવે પર ના ગૌવંશો ને ગળા માં રેડિયમ બેલ્ટ બાંધવામાં આવ્યા

 

Halvad:હળવદ એક્સિડન્ટ ઘટાડવા માટે હાઇવે પર ના ગૌવંશો ને ગળા માં રેડિયમ બેલ્ટ બાંધવામાં આવ્યા

 

 

હળવદ હાઇવે પર છેલ્લા ઘણા સમય થી વાહન અકસ્માત ની ઘટનાઓ સામે આવે છે જેમાં ગૌવંશ રસ્તા પર હોઈ જે રાત્રે અંધારા માં નજર માં નો આવવાનાં કારણે ગંભીર અકસ્માત સર્જાતા હોય છે જેમાં ગૌવંશ પણ ઘાયલ થાય છે અને રાહદારીઓ પણ ઘાયલ થાય છે અને અમુક કિસ્સાઓ માં મૃત્યુ પણ થતું હોય છે ત્યારે હળવદ ના ગૌ સેવકો દ્વારા ૨૦૦ ગૌવંશ અને અબોલ પશુઓ કે જે હાઇવે પર અથવા હાઇવે આપસાસ ની સોસાયટી વિસ્તાર માં હોઈ તેવા ગૌવંશ ને ગોતી ગોતી ને તેમના ગળા માં રેડિયમ બેલ્ટ બાંધવામાં આવ્યા હતા જેથી રાત્રી ના અંધારા માં દૂર થી જ વાહન ચાલક ને ખબર પડે કે આગળ કઈક છે એટલે તેઓ સંભાળી ને વાહન ચલાવે જેથી કોઈ ગંભીર અકસ્માત થતાં અટકે જેથી વાહન ચાલક અને ગૌવંશ બંને ઘાયલ થતાં બચે અને જીવ પણ ગુમાવવો નો પડે ..

હળવદ એ કચ્છ અને અમદાવાદ ને જોડતા હાઇવે પર નું ગામ હોઈ ત્યારે પ્રતિ દિન હજારો ની સંખ્યા માં વાહનો આ હાઇવે પર થી પસાર થતા હોય છે ત્યારે આ રેડિયમ બેલ્ટ બાંધવાની જુંબેસ થકી આવનારા સમય માં વાહન અકસ્માત ની ઘટનાઓ ઓછી બનશે ત્યારે આખો દિવસ કામ કાજ માં રોકાયેલ યુવાનો રાત્રી ના સમયે પણ આ ભગીરથ સેવા કાર્ય માં જોડાયા હતા અને આ રેડિયમ બેલ્ટ બાંધવાની પ્રક્રિયા માં અન્ય કોઈ ને પણ અડચણ નો ઊભી થાય તેની તકેદારી રાખી મોડી રાત્રિ સુધી આ અભિયાન નિઃસ્વાર્થ ભાવે ચલાવનાર તમામ ગૌ સેવકો ને શહેર તથા આસપાસ ના વિસ્તાર ના લોકો કામગીરી ને બિરદાવી રહ્યા છે

Back to top button
error: Content is protected !!