JUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

નારી વંદન ઉત્સવ” અંતર્ગત “મહિલા સ્વાવલંબન દિવસ”ની  ઉજવણી કરવામાં આવી

જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ કચેરી અને ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ ગાંધીનગર તેમજ જૂનાગઢ રોજગાર કચેરી  દ્વારા “નારી વંદન ઉત્સવ” કાર્યક્રમ  અંતર્ગત “મહિલા સ્વાવલંબન દિવસ” ની ઉજવણી કરવામાં આવી હતી.

જૂનાગઢ સ્થિત કૃષિ યુનિવર્સિટીના સરદાર પટેલ સભાગૃહ ખાતે જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી મુકેશભાઈ કણસાગરાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં મહિલાઓને રોજગાર અને સ્વરોજગારી માટે માર્ગદર્શન આપવામાં આવ્યું.

જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ડાયરેક્ટરશ્રી આરસેટી-ભવન, લીડ બેંક મેનેજરશ્રી, શ્રમ આયુક્તની કચેરી, જિલ્લા રોજગાર અધિકારીશ્રી, જિલ્લા મહિલા બાળ અધિકારીશ્રી, દહેજ પ્રતિબંધક સહ-રક્ષણ અધિકારીશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના, APM મહિલા આઈ.ટી.આઇ.કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં મહિલાલક્ષી વિવિધ યોજનાઓની તેમજ મહિલા સ્વાવલંબી અને પગભર બને તેને અનુરુપ વિગતો આપવામાં આવી હતી. રોજગારવાંચ્છુ મહિલાઓ માટે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું. મહિલાઓને રોજગારી માટે માધ્યમ મળી રહે તે ઉદ્દેશ્ય સાથે ખાનગી અગ્રગણ્ય એકમ  જેવા કે વિનય ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, રિલાયન્સ નિપ્પોન લાઇફ ઇન્સ્યુરન્સ, ડી માર્ટ, ભારતીય જીવન વિમા નિગમ, તથા એસ.બી.આઇ. લાઇફ ઇન્સ્યુરન્સ કંપનીમાં ડેટા એન્ટ્રી ઓપરેટર, લાઇફ પ્લાનીંગ ઓફિસર, સેલ્સ એસોસિએટેડ, લેડી કેરિયર, એજન્ટ તથા લાઇફ મિત્ર જેવી કંપની હાજર રહી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી હતી.

 મહિલા સ્વાવલંબન યોજનાના મંજૂર થયેલ બેંક લોન પત્ર અને “વ્હાલી દિકરી” યોજનાના લાભાર્થીને મંજૂર થયેલ હુકમનું વિતરણ  કરવામાં આવ્યું. કાર્યક્રમમાં અંદાજે ૩૫૦થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો. તેમ જિલ્લા મહિલાઅને બાળ અધિકારી જૂનાગઢની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Back to top button
error: Content is protected !!