જૂનાગઢ: નારી વંદન સપ્તાહ નિમિતે “બેટી બચાવો બેટી પઢાવો” દિન ઉજવણી કરવામાં આવી

જૂનાગઢ, તા.૩ ઓગસ્ટ, ૨૦૨૪ (શનિવાર) “નારી વંદન ઉત્સવ સપ્તાહ” અંતર્ગત “બેટી બચાવો બેટી પઢાવો દિવસ”ની ઉજવણીના ભાગરુપે સિવિલ હોસ્પિટલમાં નવજાત (જન્મેલી) દીકરીઓને DHEW, PBSC, VMK, જિલ્લા મહિલા અને બાળ કચેરીના અધિકારીશ્રી – કર્મચારીશ્રી દ્વારા દીકરી વધામણા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
વ્હાલી દીકરી યોજનાનું ફોર્મ આપવામાં આવ્યું હતું. રાજ્ય સરકારની મહિલાલક્ષી વિવિધ યોજનાઓ વિશે વિગતો આપવામાં આવી હતી. વ્હાલી દીકરી યોજનાના મંજૂરી હુકમનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સુભાષ એકેડમી ખાતે કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મેન્સ્ટ્રુઅલ હાઇજિન વિષય પર સંવાદ કરવામાં આવ્યો હતો. ગુડ ટચ, બેડ ટચ, રાજ્ય સરકારની મહિલા અને બાળ કચેરી અંતર્ગત આવતી યોજનાઓની વિગતો કિશોરીઓને આપવામાં આવી હતી. કાર્યક્રમમાં DHEW ટીમ OSC,PBSC,181, બાળ સુરક્ષા એકમના કર્મચારીશ્રીઓ હાજર રહ્યા હતા.







