DEVBHOOMI DWARKAKHAMBHALIYA
પ્રાંત કચેરી ખંભાળિયા ખાતે વૃક્ષારોપણ કરાયું

માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના આહવાન ઝીલીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં ગ્રીન કવરમાં વધારો કરવા તેમજ સમગ્ર ગુજરાત હરિયાળું બને તે ‘એક પેડ માં કે નામ’ અભિયાન થકી સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
જેના ભાગરૂપે આજ રોજ પ્રાંત કચેરી, ખંભાળિયાના પરિસરમાં પ્રાંત અધિકારી શ્રી કે.કે. કરમટા, તમામ સ્ટાફ, મામલતદાર કચેરીનો સ્ટાફ, ખંભાળિયા વકીલ મંડળના સભ્યો તથા પ્રકૃતિ પ્રેમી આલાભાઈ ગોજિયા સાથે અંદાજિત ૨૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું તેમજ તમામ નાગરિકો પોતાની નૈતિક ફરજ સમજી વૃક્ષારોપણ કરે તેવી અપીલ કરવામાં આવી હતી.





