BANASKANTHAPALANPUR

જગાણા ગુરુ મંદિર દ્વારા પાવક જલધારા છંટકાવ ઝાંપા તોરણ વિધિ કરાયો

5 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
શ્રાવણ માસના પ્રથમ સોમવારે જગાણા ગામના કૃષિકારો રજા રાખી ગુરુ મહારાજના દર્શન સામીપ્યનો દિવ્ય લાભ મેળવે છે અને ગુરુ મહારાજના દર્શન કરી પાવન થાય છે ગુરુ મહારાજના પ્રક્ષાલન કરેલા પગલાંનું પાણી ગામમાં પશુધન તેમજ ગામને છંટકાવ કરીને પાવન કરાય છે ગામમાં ગુરુ તોરણ બંધાય છે ગુરુજીની કૃપા જગાણા ગામમાં લોકોના દુઃખ દૂર કરી સુખાકારી આપે છે ગામ લોકો સુખ શાંતિ અને ચેનથી રહી શકે તેમજ ગામમાં રોગચાળો ન પ્રવેશે એવા વિશિષ્ટ હેતુથી ગામમાં વંશ પરંપરાગત ગુરુ મહારાજના મંદિરથી તોરણ સહિત પાવક જલધારા છંટકાવની પરંપરા ચાલી આવે છે જે અનુસાર આજ રોજ શ્રાવણ માસના પ્રથમ સોમવાર એટલે જગાણા ગ્રામજનો માટે ગુરુ મહિમા દિન નિમિત્તે ગુરુ મહારાજના મંદિર પરિવાર તરફથી ગામમાં જલછાટણા તેમજ તોરણનુ આયોજન દર વર્ષે કરવામાં આવે છે ઉપરાંત રક્ષા તોરણ તેમજ જળ છંટકાવ કાર્યક્રમમાં ગુરુ મહારાજના મંદિરના પુજારી, પૂર્વ પ્રમુખશ્રી,સનાતન ધાર્મિક ટ્રસ્ટના ટ્રસ્ટીઓ,પૂર્વ મંત્રી તેમજ ગામના અગ્રણીઓ, યુવાનો સહિત સેવાભાવી લોકો ઉપસ્થિત રહ્યા હતા

Back to top button
error: Content is protected !!