હાલોલ ટાઉન પોલીસે ગોધરા રોડ પ્રેમ એસ્ટેટ સોસાયટી ખાતેથી વિદેશી દારૂનાં જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડયો

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૫.૮.૨૦૨૪
હાલોલ નગરના ગોધરા રોડ પ્રેમ એસ્ટેટ સોસાયટી ખાતેથી હાલોલ ટાઉન પોલીસે 27,400 રૂ.ના વિદેશી દારૂન જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડી પ્રોહીબીશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર હાલોલ ટાઉન પોલીસ પેટ્રોલિંગમાં હતી દરમ્યાન હાલોલ ટાઉન પોલીસ મથકના પીઆઈ કે.એ.ચૌધરીને ખાનગી બાતમીદાર દ્વારા પાક્કી બાતમી મળી હતી કે ગોધરા રોડ પર આવેલ પ્રેમ એસ્ટેટ સોસાયટીમાં રહેતો ઉપેન્દ્રસિંહ ઉર્ફે જીંગો જોગેન્દ્રસિંહ રાઠોડ નાઓ તેના ઘરે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લાવી મૂકી રાખેલ છે જે બાતમીનાં આધારે પીઆઈ સહિત સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો સાથે બાતમી વાળી જગ્યાએ છાપો મારતાં બાતમી વાળી જગ્યાએથી પોલીસે અલગ અલગ બ્રાન્ડ ની બીયર ના ટીન નંગ 154 જેની કિંમત રૂ.27,400 ના મુદ્દામાલ સાથે ઉપેન્દ્રસિંહ ઉર્ફે જીંગો જોગેન્દ્રસિંહ રાઠોડ રહે.પ્રેમ એસ્ટેટ સોસાયટી,ગોધરા રોડ હાલોલ નાઓને ઝડપી પાડી તેની સામે પ્રોહિબિશન નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





