વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
તાજેતરમાં ગાંધીનગર ખાતે સચિવાલય જીમખાના સેક્ટર-૨૧માં તારીખ ૨૯ થી ૩૧ જુલાઇ ૨૦૨૪ દરમિયાન, અખિલ ભારતીય મુલ્કી સેવા બેડમિન્ટન પસંદગી સ્પર્ધા યોજાઇ હતી.
જેમાં ડાંગ જિલ્લાના કોચ શ્રી પ્રજેશ બી. ટંડેલના માર્ગદર્શન હેઠળ કુલ ૮ ખેલાડીઓમાં સર્વશ્રી નીતુસિંહ ગૌત્તમ, સંદીપ ચૌધરી, ડૉ. રજનીકાંત, શૈલેષ ગાવિત, રફીક માંજોઠી, હિરેન પટેલ, ડૉ.સુનિલ કુંવર, અને ધર્મિષ્ઠાબેન પટેલે ભાગ લીધો હતો.
આ ખેલાડીઓમાંથી શ્રી શૈલેષભાઇ ગાવિત અને શ્રીમતી નીતુસિંહ ગૌત્તમ જેઓ નેશનલ રમત સ્પર્ધા માટે ગુજરાત સચિવાલયની ટીમમાં પસંદગી પામ્યા હતા. તેમજ આ ખેલાડીઓ આગામી દિવસોમાં ગોવા ખાતે ગુજરાતની ટીમનુ પ્રતિનિધિત્વ કરશે.
ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લાના ખેલાડીઓએ સતત ત્રીજીવાર બાજી મારી ડાંગ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.