GUJARATMALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana): માળિયાની જાજાસર પ્રાથમિક શાળા મધ્યે શૈક્ષણિક કીટનું વિતરણ કરવામા આવ્યું

MALIYA (Miyana): માળિયાની જાજાસર પ્રાથમિક શાળા મધ્યે શૈક્ષણિક કીટનું વિતરણ કરવામા આવ્યું

 

 

માળિયા તાલુકાની જાજાસર પ્રાથમિક શાળા મધ્યે સુનીલભાઈ માલાસણા (શ્રીદેવ મોટર્સ ભરતનગર – મોરબી)દ્વારા બાલવાટિકાથી ધોરણ ૮ આઠ સુધીના તમામ કુલ ૧૦૭ બાળકોને શિક્ષણની કીટ વિતરણ કરવામાં આવી,શાળાના આચાર્ય હરદેવભાઈ કાનગડે દાતાઓને આવકાર આપ્યો,દિનેશભાઈ કાનગડ સ્વીકાર કર્યો હતો, આભાર વ્યક્ત ભરતભાઈ ચાવડા કર્યો હતો,સમગ્ર કાર્યક્રમ સંચાલન રાજેશભાઈ રાઠોડે કર્યું હતું.

આમ લોકો તરફથી અનેકવિધ પ્રકારે દાન અપાય છે, એવી જ રીતે લોકો શિક્ષણનું મહત્વ સમજતા થયા હોય શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે લોકો બાળકોને ઉપયોગી વસ્તુનું દાન કરતા હોય છે,એમ માળિયાની જાજાસર શાળાના 107 વિદ્યાર્થીઓને રોજબરોજમાં આવતી શૈક્ષણિક વસ્તુ મળવાથી વિદ્યાર્થીઓના ચહેરા પણ ખીલી ઉઠ્યા,સ્વામી વિવેકંદજીએ પણ કહ્યું છે કે કોઈને રોટીનો ટુકડો આપવા કરતા રોટી કેમ કમાવી એ શીખવવું જોઈએ,એ અન્વયે રોટી કમાવવા માટે શિક્ષણ ખૂબ જરૂરી છે અને શિક્ષણ માટે બાળકોને કરેલી સહાય ક્યારેય એળે નથી જતી એ વાતને સાર્થક કરવા બદલ શાળા પરિવાર વતી દાતાઓનો આભર પ્રકટ કર્યો હતો.

Back to top button
error: Content is protected !!