મહીસાગર જીલ્લા કલેકટરને વાલ્મિકી સમાજે વિવિધ માંગણીઓને લઈને આવેદનપત્ર આપ્યું.

રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર…
તારીખ…૫/૮/૨૪
મહીસાગર જિલ્લા કલેક્ટર ને વાલ્મિકી સમાજે વિવિધ માગણીઓ સંદર્ભે આવેદનપત્ર આપ્યું.
મહીસાગર જિલ્લામાં વાલ્મિકી સમાજના બે લોકોને નિરીક્ષકમાં હતા તેમ છતાં છુટા કરી દેવામાં આવતા અને મકાન સહાયમાં બીજા અને ત્રીજા હપ્તા ન ચૂકવતા જિલ્લા કલેકટરને વાલ્મિકી સમાજ દ્વારા આવેદન પત્ર આપવવામાં આવ્યું
મહીસાગર જિલ્લામાં વાલ્મિકી સમાજના બે ભાઈઓને નિરીક્ષક માંથી છૂટા કરવા તેમજ વાલ્મિકી સમાજના લોકોના મકાનના બીજા અને ત્રીજા હપ્તા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી કે.વી.ખાંટ દ્વારા ન ચુકવાતા અને વાલ્મિકી સમાજના બે ભાઈઓને નિરીક્ષક માંથી છુટા કરી પોતાના સગા સંબંધીને નિરીક્ષકમાં લેતા વાલ્મિકી સમાજ દ્વારા આજરોજ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું તેમ જ સૂત્રોચાર કરવામાં આવ્યો હતો..
બોક્સ…
વાલ્મિકી સમાજના પ્રમુખ લાલજીભાઈ ભગત દ્વારા તેમ પણ જણાવવામાં આવ્યું કે કે.વી.ખાંટ દ્વારા વાલ્મિકી સમાજના લોકો પર અત્યાચાર કરવામાં આવે છે તેમજ સમાજ વિરોધી માનસિકતા ધરાવતા હોય તેમાં પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા







