GUJARATKUTCHMANDAVI

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ સંલગ્ન આચાર્ય HTAT સંવર્ગ દ્વારા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ,શિક્ષણ મંત્રીશ્રી,રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રીશ્રી ઓનુ અભિવાદન સમારોહ યોજાયો.

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ ના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ પણ અભિવાદન સમારોહમાં હાજરી આપી.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.

ભુજ,તા-૦૬ ઓગસ્ટ : સમગ્ર ગુજરાતમાંથી ૩૫૦૦ થી વધુ HTAT આચાર્ય ઉપસ્થિત રહ્યા.

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત સંલગ્ન આચાર્ય HTAT સંવર્ગ દ્વારા યોજાયેલ અભિવાદન સમારોહમાં માન. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ખૂબ સારી મહેનત ગુજરાતના શિક્ષકો દ્વારા થઈ રહી છે. ગુજરાતના છેવાડાના ગામને રાજ્યનું પ્રથમ ગામ બનાવવાનું કાર્ય શિક્ષકો દ્વારા થઈ રહ્યું છે. સંવેદના સાથે શિક્ષક કાર્ય કરતો હોય તો શિક્ષકને કોઈ તકલીફ ન પડે તે જોવાની જવાબદારી સરકારની છે. રાષ્ટ્રનિર્માણમાં શિક્ષકોની પાયાની ભૂમિકા છે. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ એ શિક્ષકો-ગુરુજનોને કંકરમાંથી શંકરનું નિર્માણ કરનારા ગણાવ્યા છે, ત્યારે વિકસિત ભારતનું લક્ષ શિક્ષણ થકી શક્ય બનશે ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી એ શિક્ષકો અને શિક્ષણ ની પ્રશંસા કરતા પોતે ત્રિમંદિર સાથે જોડાયેલા હોવાથી હંમેશા હકારાત્મક અભિગમ ધરાવતા હોવાની વાત કરી હતી તથા કેબીનેટ શિક્ષણ મંત્રી એ જણાવ્યું હતું કે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ ઉન્નત ભારત તથા સમરસ સમાજનો ઉદ્દેશ લઈને ચાલતું સંગઠન છે. શાળાનું ભાવવરણ બોલતું થાય તે આચાર્યની વિશેષ સામાજિક જવાબદારી છે* રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયા સાહેબે જણાવ્યું હતું કે શાળાનો સર્વાંગી વિકાસ આચાર્ય ( HTAT) ને આભારી છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ સંલગ્ન આચાર્ય HTAT શૈક્ષિક મહાસંધ ગુજરાત દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, શિક્ષણ મંત્રી શ્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર, શિક્ષણ મંત્રી શ્રી (રાજ્ય કક્ષા) પ્રફુલભાઈ પાનસેરીયાનો ભવ્ય અભિવાદન સમારોહ ડભોડા હનુમાનજી મંદિર ડભોડા ખાતે યોજાયો. જેમાં સમગ્ર ગુજરાતના ૩૩ જિલ્લાઓમાંથી માતૃશક્તિ સહિત મોટી સંખ્યામાં ૩૫૦૦ થી વધુ HTATઆચાર્યની ઉપસ્થિતિ રહી.આ કાર્યક્રમમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મોહનજી પુરોહિત, રાષ્ટ્રીય સચિવ (પ્રાથમિક), પ્રાંત અધ્યક્ષ ભીખાભાઈ પટેલ, પ્રાંત મહામંત્રી મિતેષભાઈ ભટ્ટ પ્રાંત સંગઠન મંત્રી સરદારસિંહ મછાર, ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, પ્રાંત મહિલા ઉપાધ્યક્ષ પલ્લવીબેન પટેલ, આચાર્ય HTAT સંવર્ગ અધ્યક્ષના મહામંત્રી હરેશભાઈ રાજ્યગુરુ ની ઉપસ્થિતિ રહી.૧૨ વર્ષથી વણ ઉકેલાયેલ પ્રશ્નોના ઉકેલ માટે HTAT આચાર્ય સંવર્ગ દ્વારા માનનીય શ્રી મુખ્યમંત્રી તથા બન્ને શિક્ષણ મંત્રી નો આભાર પ્રગટ કરી ભવ્ય અવિવાદન કરવામાં આવ્યું સાથે સાથે એ HTAT આચાર્યની બદલી કેમ્પ ઝડપથી થાય, આચાર્યને એક ઈજાફો, સત્ર નિવૃત્તિનો લાભ તેમજ અન્ય પ્રશ્નો ઉકેલાય તેવી વિનંતી કરવામાં આવી.અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધના રાષ્ટ્રીય સચિવ તથા પ્રાંત અધ્યક્ષ ભીખાભાઈ પટેલ દ્વારા સંગઠન વતી માનનીય મુખ્યમંત્રી શ્રી તથા બંને શિક્ષણ મંત્રીઓ થકી માંગણી મુજબના પ્રશ્નોના ઝડપથી ઉકેલ લાવવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો. સંગઠન દ્વારા થયેલ રજૂઆત તથા આ અગાઉ વિધાનસભાની ચૂંટણી પહેલા સરકારના સાથે થયેલ સમાધાન મુજબ કેન્દ્ર સરકાર, ઉત્તર પ્રદેશ સરકાર તથા અન્ય રાજ્યો દ્વારા કરેલ ઠરાવ અનુસાર તારીખ ૦૧-૦૪-૨૦૦૫ પહેલાં જાહેરાત આવેલ તથા નિમણૂંક પામેલ શિક્ષક તથા કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવાના એક મહત્વપૂર્ણ પ્રશ્નનો ઉકેલ સંવેદનશીલ સરકાર દ્વારા થાય તેવી વિનમ્ર માંગ કરવામાં આવી. શિક્ષકો ખૂબ સંવેદનશીલતાથી વર્ગખંડમાં કાર્ય કરી રહ્યા છે તેને વધુ સુદ્રઢ બનાવી સૌઐ પોતાની ફરજ બજાવવા દ્રઢ નિશ્ચયી બનવા જણાવવામાં આવ્યું. વિચારધારાથી પ્રેરિત સંગઠનના દોઢ લાખથી વધુ સદસ્યોને શિક્ષણહિત તથા વિદ્યાર્થીને ધ્યાને રાખવા અપીલ કરવામાં આવી . *એક વૃક્ષ માતાને નામ’ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી પ્રેરિત અભિયાનને વેગવંતુ બનાવવા સૌ સદસ્યોને પ્રેરણા આપવામાં આવી* પ્રત્યેક શિક્ષક આ અભિયાનને વેગવંતુ બનાવવા પોતાની શાળાના વિદ્યાર્થીઓને પણ આ શુભ કાર્યમાં જોડે તેમ અધ્યક્ષ શ્રી ભીખાભાઈ પટેલ દ્વારા આહ્વાન કરવામાં આવ્યું હતું.

આ તબક્કે ડભોડીયા હનુમાનજી મંદિર ના ટ્રસ્ટીઓએ પણ માન.મુખ્યમંત્રીશ્રીનુ સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત ના અતિરિક્ત મહામંત્રી શ્રી પરેશભાઈ પટેલ તથા ટીમ ગાંધીનગર અને ટીમ એચ.ટાટ ની સમગ્ર કારોબારીએ ખૂબ ઓછા સમયમાં કાર્યક્રમને સફળ બનાવવા ભગિરથ પ્રયત્ન કર્યો હતો. મંદિર પરિસરમાં કાર્યક્રમ કરવા દેવા બદલ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા મંદિરના ટ્રસ્ટીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આ તકે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ- કચ્છના મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ પણ અભિવાદન સમારોહ માં ઉપસ્થિત રહેલ હતા.

Back to top button
error: Content is protected !!