BANASKANTHAGUJARATKANKREJ

થરામાં શ્રી રામજી મંદિરે શ્રીરામ ચરિતમાનસ પારાયણના દ્વિતીય દિવસે રામજન્મોત્સવ યોજાયો.

છેલ્લા ૭૫ વર્ષ એટલે કે સંવત ૨૦૦૬ થી ૨૦૮૦ અવિરત શ્રી રામજી મંદિરે શ્રીરામ ચરિતમાનસ પારાયણ ચાલુ...

  • થરામાં શ્રી રામજી મંદિરે શ્રીરામ ચરિતમાનસ પારાયણના દ્વિતીય દિવસે રામજન્મોત્સવ યોજાયો..

—————————————-
છેલ્લા ૭૫ વર્ષ એટલે કે સંવત ૨૦૦૬ થી ૨૦૮૦ અવિરત શ્રી રામજી મંદિરે શ્રીરામ ચરિતમાનસ પારાયણ ચાલુ…
—————————————

કાંકરેજ તાલુકાની ધન્યધરામાં આવેલ થરા જુનાગામતળ ખાતે બિરાજમાન શ્રી રામજી મંદિરે શ્રી રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા પ.પૂ.શ્રી રણછોડદાસજી મહારાજના શિષ્યાશ્રી રમાબેનજી હરિયાણી ની પાવન નિશ્રામાં પંડિત ગીરધરરામજી અને સુશીલભાઈ (શ્રી ગીતા ભવન ઋષિકેશજી)ના સ્વમુખે શ્રીરામ ચરિતમાનસના પાઠનું પઠનનો આજે દ્વિતીય દિવસે શ્રી રામજન્મોત્સવ યોજાયો.
સંવત ૨૦૮૦ ના શ્રાવણસુદ-૧ ને સોમવાર તા.૦૫/૦૮/૨૦૨૪ થી શ્રાવણસુદ-૮ ને મંગળવાર તા.૧૩/૦૮/૨૦૨૪ સુધી સવારે ૧૦.૩૦ થી બપોરે ૧ કલાક તથા ૩. ૩ થી સાંજે ૬. ૩૦ કલાક ૯ દિવસ સુધી શ્રીરામ ચરિતમાનસ નું પારાયણ કરવામાં આવશે.પરમ પૂજ્ય ધર્મ ધુરંધર શ્રીશ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર મહંતશ્રી
ઘનશ્યામપુરીજીબાપુ ગુરૂશ્રી શિવપુરીજીબાપુની પાવન નિશ્રામાં થરા સ્ટેટ માજીરાજવી એવમ નગર પાલિકા પૂર્વપ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, પૂર્વપ્રમુખ ભારતીબેન અખાણી, શ્રી રામજી મંદિરના પૂજારી આશુતોષભાઈ જોષી,ફરસુભાઈ ઠક્કર,શિક્ષક પ્રહલાદભાઈ ઠક્કર ઉણ,ની હાજરી માં શ્રીરામ ચરિતમાનસના પાઠના પઠનની શરૂઆત કરવામાં આવી હતી.આ પ્રસંગના મુખ્ય યજમાન તથા ભોજન પ્રસાદના યજમાન ઠક્કર પ્રાગજીભાઈ મેઘજીભાઈ પરિવારે લાભ લીધો છે.જયારે દૈનિક યજમાનમાં શ્રાવણ સુદ-૧ ના રમાબેન હરીયાણી,લાભુબેન ઠક્કર મહેસાણા,મંગુબેન ટી.ઠક્કર પરિવાર,કાંતિલાલ ડી.અખાણી પરિવાર,વિમળાબેન એચ. સોનપાલ પરિવાર (ગોધાણા), બીજના જયંતીલાલ કે.ઠક્કર (દૂદખા),લતાબેન જે.ઠક્કર પરિવાર (કાઠી- અમદાવાદ), શ્રીશ્રી કુંવરબા ચંદ્રસિંહજી વાઘેલા પરિવાર,ત્રીજના કમળાબેન કે.સોની,મંજુલાબેન જે.સોની ચોથ ના જીતેન્દ્રકુમાર એચ.ઠક્કર બુકોલી,રસીલાબેન આર.ઠક્કર ડીસા,પાંચમના પ્રભુરામભાઈ એમ.કાનાબાર પરિવાર,શ્રી માનસ સેવક પરિવાર (થરા- અમદાવાદ) છઠ્ઠ ના ભીખાભાઈ જે.ઠક્કર પરિવાર, પુષ્પાબેન આર.કોટક પરિવાર, તેજારામભાઈ એ.અખાણી પરિવાર,રતિલાલ એમ. અખાણી પરિવાર સાતમ હીરાબેન આર. ઠક્કર પરિવાર, શારદાબેન એ. ઠક્કર પરિવાર, અમરતલાલ ડી. ઠક્કર પરિવાર,દયાબેન પી.ઠક્કર ડીસા,લતાબેન જે.ઠક્કર પરિવાર અમદાવાદ,વાલુબેન એચ. હાલાણી પરિવાર,આઠમના રમેશભાઈ ડી.પટેલ, નોમના સ્વ. ધર્મેન્દ્રકુમાર લક્ષ્મીરામભાઈ ઠક્કર પરિવાર,પ્રભુરામભાઈ કે.ઠક્કર પરિવાર હસ્તે રાજુભાઈ લાટી, શશીબેન જે.ઠક્કર પરિવાર તેરવાડા,લતાબેન જે.ઠક્કર પરિવાર કાઠી,અમૃતલાલ જી. કોટકે લાભ લીધો છે.શ્રીરામ ચરિત માનસ પારાયણમાં કોઈને અગવડ ના પડે અને પ્રસાદ વગર કોઈ બાકી ના રહે તેના માટે મેહુલ ઠક્કર,અલ્પેશ પ્રજાપતિ,ગૌરવ કોટક,નવીનભાઈ પ્રજાપતિ, વિજયભાઈ પ્રજાપતિ,પિન્ટુ નાઈ, નીતિન ઠક્કર,વિવેક ઠક્કર, વિજયભાઈ સોની સહીત ના કાર્યકરો ખડેપગે રહી મહેનત કરી રહ્યા છે.
નટવર.કે.પ્રજાપતિ,થરા
મો.૯૯૭૯૫ ૨૧૫૩૦

Back to top button
error: Content is protected !!