
અનંત પટેલ ના જન્મ દિવસ નિમિતે 117 યુનિટ ભેગુ કરવા માં આવ્યું.
પ્રિતેશ પટેલ વાંસદા
વાત્સલ્યમ્ સમાચાર
વિશ્વ બહેનોને અનાજ ની કીટ અને રક્તદાન શિબિર યોજી જન્મ દિવસને યાદગાર બનાવ્યો.
રક્તદાન એજ મહાદાન એ અંધશ્રદ્ધા છોડી ને રક્તદાન કરવું જોઈએ… અનંત પટેલ
વાંસદા ચીખલી ના ધારાસભ્ય અનંત પટેલ ના જન્મ દિવસે ને યાદગાર બનાવવા માટે કુરેલિયા ગામે વિધવા અને અશહાય બહેનો ને અનાજ ની કીટ વિતરણ અને વાંદરવેલા ગામે રક્તદાન શિબિર નું અયોજન કરવા માં આવ્યુ હતું.
આદિવાસી સમાજ ના આંદોલનો અને આક્રમક નેતા તરીકે પ્રસ્થાપિત અનંત પટેલ ના જન્મદિન નિમિતે આદીવાસી સમાજ ના યુવાનો માં પ્રતિસ્થાયીક થયેલ રક્તદાન. સંબંધીત અંધશ્રદ્ધ ઓ દૂર કરવા માટે ગ્રામ્ય વિસ્તાર માં છેલા કેટલાક સમય ટી રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વાંદરવેલા ગામ ના માજી સરપંચ. ઠાકોરભાઈ તથા યુવાનો સંજયભાઈ તુષારભાઈ હરિભાઈ તથા કેતનભાઇ ના સમગ્ર થકી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાસદા ચીખલી ખેરગામ તથા ધરમપુર તાલુકાના યુવાનોના ઉત્સાહ ને કારણે 117 જેટલી રક્ત યુનિટ બેગી કરવામાં આવ્યું હતું.જેમાં અંજની મેટરનીટી સર્જનિક હોસ્પિટલ ના સહયોગ થી રક્ત આપનાર યુવાનો ને ટીશર્ટ બેટ સ્વરૂપે આપવામાં આવી હતી જેમાં શુશ્રુષા બ્લડ સેન્ટર નવસારી દ્વરા રક્ત સેવા માં આવ્યુ હતું જેમાં જિલ્લાકોંગ્રસ પ્રમુખ શૈલેષ પટેલ. નિકુંજ ભાઈ. યુવા પ્રમુખ ધર્મેશભોયા.અંજના ગામીત. ચિખલી કૉંગ્રેસપ્રમૂખ ઇશ્વરભાઈ. વલ્લભભાઈ. રમેશભાઈ. ડો. અનિલભાઈ. કલ્પેશ ભાઈ તથા સુશિલ ભાઈ એ સેવા આપી હતી. રક્તદાન શિબિર પછી પ્રા. શાળા ના બાળકોને તિતી ભોજન કરવામાં આવ્યું હતું ત્યાંથી શાળા ના નાના બાળકો તેમજ વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જેમાં સ્થાનિક આગેવાન ધનજીભાઈ.મુન્નાભાઈ હસમુખભાઈ.બાબુભાઈ શાળા એસ.એમ.સી.ના સભ્યો તથા શાળા આચાર્ય પંકજભાઈ. જયેશભાઈ હાજર રહ્યા હતા


