આદિજાતી વાચકોની તૃષા છીપાવતી જ્ઞાનની પરબ એટલે પોશીનાનું પુસ્તકાલય
*આદિજાતી વાચકોની તૃષા છીપાવતી જ્ઞાનની પરબ એટલે પોશીનાનું પુસ્તકાલય*
*******
*ગ્રામિણ વાચક રસિકો અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિધ્યાર્થીઓને સરળતાથી પુસ્તક મળી રહે છે*
**
સાબરકાંઠાના પોશીના ખાતે વન વિભાગ ધ્વારા જંગલ વિસ્તારની આજુબાજુમાં અંતરીયાળ ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા આદિજાતિ સમાજના લોકોમાં જ્ઞાન વૃધ્ધિ કરી દરેકના ભવિષ્યને ઉજવળ બનાવવાના આશયથી નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ દરમ્યાન સરકારશ્રીની કલસ્ટર ડેવલપમેન્ટ એકટીવીટીની યોજના હેઠળ પોશીના નર્સરી નંબર-૧ ની બાજુમાં તેમજ મેઈન રોડથી ૨૦૦ મીટરના અંતરે તાલુકા સેવા સદન પાછળ આ લાઈબ્રેરી બનાવવામાં આવી છે. આ પુસ્તકાલાય ૨૦x૧૫ ફુટમાં બનાવવામાં આવ્યુ છે.
આ લાઈબ્રેરીમાં મોટા ટેબલ,ખુરશી,પંખા,કબાટ તથા કોમ્પ્યુટર જેવી ભૌતિક સુવિધાઓ સાથે એક સાથે ૩૦ વિધ્યાર્થીઓ વાચન કરી શકે છે. વર્તમાન સમયને ધ્યાને લેતા સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉપયોગી બને સાથે સાથે વૈશ્વિક જગતનો ખ્યાલ આપવતા પુસ્તકો છે. જેમાં જી.પી.એસ.સી.,ગૌણ સેવા પસંદગી મંડળ,ફોરેસ્ટ,પોલીસ,તલાટી,આરોગ્ય,ટેટ-૧ અને ૨,ગ્રામ સેવક,ડેપો મેનેજર,પંચાયત કમ મંત્રી,મદદનીશ આદિજાતી વિકાસ અધિકારી જેવી વિવિધ સ્પર્ધાત્મક પરિક્ષામાં ઉપયોગી નવીન અભ્યાસક્રમ મુજબના વિવિધ પ્રકાશનના કુલ ૮૦૦ જેટલા પુસ્તકો લાઈબ્રેરીમાં ઉપબ્લધ છે.
પોશીનાની આજુ –બાજુના ગામોમાં આદિવાસી લોકો વસવાટ કરે છે. આ વિસ્તારમાં કોઈ સરકારી લાઈબ્રેરી નથી.તથા કોઈ પ્રાઈવેટ કોચીંગ સેન્ટર નથી. આ વિસ્તારના અભ્યાસ કરતા ઉત્સુક વિધ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષા માટે વતનથી દુર રહી તૈયારીઓ કરે તો આર્થીક પરીસ્થિતી ઉપર માઠી અસર પડે છે. આ લાઈબ્રેરી ધ્વારા વિધ્યાર્થી ઘર આંગણે લાઈબ્રેરીમાં હયાત પુસ્તકો ધ્વારા વાંચન-લેખન કરી વિવિધ સરકારશ્રી તરફથી નોકરી માટે જાહેર થતી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી પણ કરી શકે છે.
આ પુસ્તકાલયનો ઉપયોગ પોશીના આજુબાજુ આવેલ વન મંડળીઓ જેવી કે આંબામહુડા, લાખીયા, કાજાવાસ, સોનગઢપડાપાટ,ગંચ્છાલી, ચંદ્રાણા,પેટા છાપરા, કોલંદ, પીપલીયા,અંબાસર,દાંતીયા, અજાવાસ, ઝીઝણાટ, કલછાવાડ,કાલીકાંકર, આંજણી, વલસાડી, સાલેરા,ગુંદીખાણ,બારા,બેડી,છત્રાંગ,પાલીયાબીયા તથા મામાપીપલા જેવી વન મંડળીઓને થાય છે.
આ પુસ્તકાલયમાં તમામ ઉંમરના લોકો બહોળા પ્રમાણમાં લાભ મેળવી રહયા હોવાથી આ પુસ્તકાલય જિજ્ઞાસુઓ માટે આશ્રયસ્થાન બની રહ્યુ છે. આજનો આ ડિજીટલ યુગમાં સર્વવ્યાપી છે.ત્યારે આ પુસ્તકાલય લેખિત શબ્દનો આનંદ સાથે વિચારોનું આદાન-પ્રદાન કરવાનું સ્થળ બન્યુ છે.
અહેવાલ;- પ્રતિક ભોઈ