BANASKANTHAGUJARATKANKREJ
કાંકરેજના રવિયાણા ગામે નિવૃત આર્મિ જવાનનુ શાહી સ્વાગત કરી વિરતિલક કરાયુ.
કાંકરેજના રવિયાણા ગામે નિવૃત આર્મિ જવાનનુ શાહી સ્વાગત કરી વિરતિલક કરાયુ.

- કાંકરેજના રવિયાણા ગામે નિવૃત આર્મિ જવાનનુ શાહી સ્વાગત કરી વિરતિલક કરાયુ.
—————————————————-
કાંકરેજ તાલુકાના રવિયાણા ગામના પિતા નાગજીભાઈ જોષી અને માતા શારદાબેન જોષીના કુખે જન્મેલા મુકેશભાઈ નાગજીભાઈ જોષી આર્મીમાંથી નિવૃત થઈ માદરે વતનમાં પરત ફરતાં ગામજનો દ્વારા ચેખલા, ખિમાણા,ખોડા થી ડી.જે.ના તાલે બાઈક રેલી સાથે ભવ્ય સ્વાગત કરી રવિયાણા ગામની પ્રદક્ષિણા બાદ બહેનો દ્વારા સામૈયા કરી ઓવારણા લીધા હતા.માતા- પિતાના આર્શિવાદ લઈ જવાન મુકેશભાઈ જોષીનુ ‘વિરતિલક’ કરાયુ હતુ.
નિવૃત જવાન મુકેશભાઈ નાગજીભાઈ જોષીએ પોતાની કારકિર્દીની શરૂઆત ૨૦ વર્ષ પૂર્વે એટલેકે તા.૨૮/૯/૨૦૦૪ માં કરી હતી.પોતાની કારકિર્દીના યશસ્વી ૨૦ વર્ષ દરમિયાન તેઓએ બેંગ્લોર ટ્રેનિંગ પુરી કરી આસામ, મણીપુર,મિઝોરમ,નાગાલેન્ડ, પટીયાલા, મેરઠ, રાજોરી (જમ્મુ કાશ્મીર) અમદાવાદ, હૈદરાબાદ, જમ્મુ કાશ્મીર (અખનુર) જેવી દેશની વિવિધ સરહદો ઉપર માઁ ભારતીની રક્ષા કરી ૩૧/૭/૨૦૨૪ માં દેશ સેવામાં ૨૦ વર્ષ પુરા કરી પોતાના માદરે વતન રવિયાણા પરત ફરતાં દ્વારા ઉમળકાભેર ફુલહાર પહેરાવી શાલ ઓઢાડી વિવિધ મોમેન્ટો આપી સન્માનિત કરી અભિનંદન આપ્યા હતા. નિવૃત આર્મીમેન મુકેશભાઈ જોષીએ પધારેલ દરેક લોકોનુ અભિવાદન ઝીલી સૌનો દિલથી આભાર વ્યકત કર્યો હતો.આ પ્રસંગે સીતારામ બાપુ રવિયાણા,રમેશભાઈ ચૌધરી,રસિકભાઈ ચૌધરી, શાંતિભાઈ જોષી, હેમાભાઈ જોષી સહીત બ્રહ્મસમાજ ના આગેવાનો, ગ્રામજનો,સગાસ્નેહીઓ, સામાજીક, રાજકીય આગેવાનો,યુવાનો, ભાઈઓ-બહેનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
નટવર. કે. પ્રજાપતિ,થરા
મો. ૯૯૭૯૫ ૨૧૫૩૦





