NANDODNARMADA

ગરુડેશ્વર : આદિવાસી યુવાનની હત્યા મામલે મૃતકના પરિવારને એક કરોડ રૂપિયા સહાયની માંગ કરતા ચૈતર વસાવા

ગરુડેશ્વર : આદિવાસી યુવાનની હત્યા મામલે મૃતકના પરિવારને એક કરોડ રૂપિયા સહાયની માંગ કરતા ચૈતર વસાવા

 

કેવડિયા પાસે નિર્માણધીન ટ્રાઈબલ મ્યુઝિયમમાં આદિવાસી યુવાનોને માર મારતા એકનું મોત નિપજ્યું એક ગંભીર

 

ઘટના બાદ મર્ગીશ દિનેશ હીરપરા સહિત કુલ છ વિરૂદ્ધ ગરુડેશ્વર પોલીસે ફરિયાદ દાખલ કરી

 

રાજપીપલા : જુનેદ ખત્રી

પોલીસ ચોપડે નોંધાયેલ ફરિયાદ મુજબ નર્મદા જિલ્લામાં ગરુડેશ્વર તાલુકામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ટ્રાઈબલ મ્યુઝિયમનું કામ ચાલી રહ્યું છે જ્યાં તારીખ ૦૬.૦૮.૨૪ ની સાંજે આરોપી મર્ગીશ દિનેશ હીરપરા સહિત કુલ છ આરોપીઓએ ગેરકાયદેસર મંડળી બનાવી બે આદિવાસી યુવાનો જયેશ સનાભાઈ તડવી તેમજ સંજય ગજેન્દ્રભાઈ તડવી ને પાઇપો દંડા તેમજ પટ્ટા વડે માર મારતા ગંભીર ઇજાઓ થતાં જયેશ સનાભાઈ તડવી નું મોત નીપજ્યું છે અને સહેદ સંજય ગજેન્દ્રભાઈ તડવી ને ગંભીર ઇજાઓ થવા પામી છે સમગ્ર મામલે કુલ છ શખ્સ વિરૂદ્ધ ગરુડેશ્વર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાઈ છે

ઘટના બાદ આજે સવારે દેડિયાપાડાના આપ ધારાસભ્ય ચૈતર વસાવા ઘટના સ્થએ દોડી આવ્યા હતા તેઓએ મૃતક યુવાનના પરિવાર તેમજ ઘાયલ યુવાનની મુલાકાત લીધી હતી ગરુડેશ્વર PHC બહાર ધરણાં ઉપર બેસી ગયા હતા તેઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને મૃતક ના પરિવારને એક કરોડ અને ઘાયલ યુવાનને ૫૦ લાખ સહાય મળે તેવી માંગ કરી હતી

 

ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે કેવડિયા અને ગભાણા ગામના બે યુવાનો ત્યાં મુખ્ય રસ્તા પરથી પસાર થતા હતા ત્યારે ટ્રાઈબલ મ્યુઝિયમનું બાંધકામ કરનારી એજન્સીના માણસો એ બે યુવાનોને મ્યુઝિયમ બાંધકામના સ્થળ પર લઈ જઈ, કપડા કાઢી, બાંધી રાખી અને ગોંધી રાખીને આખી રાત ઢોર માર મારવામાં આવેલો છે, જે દરમિયાન બે યુવાનો માંથી એક યુવાનનું મૃત્યુ થયું છે. અને એક યુવાન રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે અને તેની પણ હાલત ગંભીર છે. અને આ ગરીબ પરિવારનુ ભરણપોષણ કરનાર એક ના એક યુવાનનું મૃત્યુ થતા, પરિવાર આજે નિરાધાર બની ગયો છે.

 

આદિવાસી વિસ્તારોમાં બહારથી આવનાર એજન્સીઓ ને બચાવવા, કાયદેસર ની કાર્યવાહી માટે પોલીસ એફ.આઈ.આર. માં છ મજૂરો અને સુપરવાઇઝરનું નામ નાખીને પોલીસ ભીનું સંકેલવાનો પ્રયાસ કરી રહી હોવાનો આક્ષેપ કર્યો છે ઉપરાંત પરિવારના એક ના એક દીકરાને ગુમાવનાર પરિવારને જે પણ ઓથોરાઈઝ એજન્સીનો વ્યક્તિ હોય કે નોડલ અધિકારી હોય તે આવીને માનવતાને રીતે મદદરૂપ થવાની વાત કરે, અને જવાબદારો સામે કાયદેસર ની કાર્યવાહી થાય મૃતક ના પરિવારને એક કરોડ અને ઘાયલ યુવાનને ૫૦ લાખ સહાય મળે તેવી માંગ કરી હતી પરિવારને ન્યાય નહીં મળશે તો આવનાર દિવસોમાં સમગ્ર આદિવાસી સમાજને આહવાન કરી અને હજારોની સંખ્યામાં અહીંયા ભેગા થઈને આંદોલન કરવામાં આવશે, અને સમગ્ર આદિવાસી વિસ્તારોમાં મોટુ જન આંદોલન થશે અને આવતીકાલથી કેવડિયા બંધનું એલાન પણ આપવામાં આવશે. તેવી ચીમકી ઉચ્ચારી હતી

Back to top button
error: Content is protected !!