ડીસાના બલોધર ગામે હડકમાઈમાં ના મંદિરે દાતાઓ દ્વારા તિથી ભોજન અપાયું
સમસ્ત આયોજન હડકાઈ માતાજીના સેવકો દ્વારા મહાપ્રસાદ આયોજન કરવામાં આવ્યું..

ડીસા તાલુકાના બલોધર ગામે ખાતે આવેલ હડકાઈમાં મંદિર ખાતે માતાજીના સેવકો દ્વારા બલોધર પ્રાથમિક અને માધ્યમિક શાળાના અને તાલેગજ પ્રાથમિક શાળાના બાળકોને અને ગામ લોકોએ પવિત્ર શ્રાવણ માસના બીજના દિવસે મહાપ્રસાદ મોહનથાળ દાળ-ભાત શાક પુરી ભોજનનો લાભ લીધો હતો.
સમસ્ત આયોજન વાઘેલા પરિવાર સભ્યો અને હડકાઈ માતાજીના સેવકો દ્વારા મહાપ્રસાદ આયોજન કરવામાં આવ્યું હતું .ભોજનના દાતા ભુરાજી વાઘેલા ભુવાજી, દિનેશજી વાધેલા, બચુજી વાઘેલા,હકાજી વાધેલા,અરવિંદજી વાધેલા, મંડપના દાતા પ્રવીણજી વાઘેલા,રસોઈ વિભાગના દાતાઓ કિરણજી વાધેલા, સરતન ભોણ દાતાઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું .પવિત્ર શ્રાવણ માસના બીજ દિવસે પ્રીતિ ભોજનનો લાભ લીધું હતું.જેમાં જેમાં શાળાના આચાર્ય શિક્ષકો સહિત વિદ્યાર્થીઓ અને ગામ લોકોએ અભિનંદન અને શુભેચ્છા પાઠવી આભાર વ્યક્ત કર્યો હતો…
એહવાલ – ભરત ઠાકોર ભીલડી






