JUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

નારી વંદન ઉત્સવ કાર્યક્રમઃ મહિલા કલ્યાણ દિવસની ઉજવણી

જૂનાગઢ, તા.૭ ઓગસ્ટ, ૨૦૨૪ (બુધવાર) જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અને ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ ગાંધીનગર દ્વારા “નારી વંદન ઉત્સવ” અંતર્ગત મહિલા કલ્યાણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

        જૂનાગઢ સ્થિત ડૉ. બી.આર.આંબેડકર કન્યા છાત્રાલય ખાતે યોજવામાં આવેલા જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી સી.જી સોજીત્રા, દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીશ્રી બી.ડી ભાડ,મદદનીશ સમાજ કલ્યાણ અધિકારીશ્રી બેનાબેન, જિલ્લા રોજગાર કચેરીના કાઉન્સેલર વીણાબેન ઉપસ્થિત રહ્યા.

        આ કાર્યક્રમમાં દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીશ્રી બી.ડી ભાડે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યુ હતુ.  પ્રાસંગિક ઉદ્દબોધન જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી સી.જી સોજીત્રાએ કર્યુ હતુ.

        રોજગાર અધિકારીશ્રી વીણાબેને મહિલાઓને સ્વરોજગાર વિશે માર્ગદર્શન  પૂરું પાડ્યું હતું. સખી વન સ્ટોપ સેન્ટર અને  પીબીએસઅસીના કર્મચારીઓ  દ્વારા મહિલાલક્ષી વિવિધ યોજનાઓની વિગતો આપવામાં આવી.કાર્યક્રમમાં મહિલાલક્ષી વિવિધ યોજનાઓની, મહિલા સ્વાવલંબી અને પગભર બને તેને અનુરૂપ વિગતો આપવામાં આવી.

        જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી, દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીશ્રી, જિલ્લા મહિલા અને બાળ કચેરી, DHEW  અને 181 ના કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ડૉ. બી.આર.આંબેડકર કન્યા છાત્રાલયના શ્રી મદદનીશ સમાજકલ્યાણ અધિકારીશ્રીએ આભારવિધિ હતી.

Back to top button
error: Content is protected !!