GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના રામકૃષ્ણ વિસ્તારમાં ઘર સળગાવી નાખવાના પ્રકરણમાં મુખ્ય બે આરોપીઓ ડીસ્ટ્રકટ કોર્ટમાં જામીન પર છુટકારો.

MORBI:મોરબીના રામકૃષ્ણ વિસ્તારમાં ઘર સળગાવી નાખવાના પ્રકરણમાં મુખ્ય બે આરોપીઓ (૧) શીવ ઉર્ફે લકકી વસંતભાઈ ભસાલ (૨) મીનપ્રસાદ ઉર્ફ રોહીત વસંતભાઈ ભસાલ નાઓનો મોરબી ડીસ્ટ્રકટ કોર્ટમાં જામીન પર છુટકારો.

 

 

Oplus_131072

મોરબી બી ડિવી પોલીસે ફરીયાદીશ્રીની એવી ફરીયાદ પરથી કે આ કામના આરોપી ભાવનાબેનની સગીર વયની દીકરીને આ કામના ફરીયાદીનો દીકરો ભગાડી ગયેલ હોયઅને બાદમાં વાંકાનેશ્ર પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયેલ હોય જેથી આ બાબતનો ખાર રાખી, બંને અરોપીઓએ મુખ્ય આરોપીઓ સાથે ફરીયાદીના ધરે ગયેલ હોય અને ફરીયાદીના ધરે મુખ્ય આરોપીઓએ આગ લગાડી દીધેલ હોય જેમાં ફરીયાદીશ્રીના ધરનો ધરવખરીનો સામાન સળગી ગયેલ હોય અને નુકશાની થયેલ હોય અને આરોપીઓએ એકબીજાને મદદગારી કરીને ગુન્હો કર્યો હોય જેથી મોરબી બી ડિવી પોલીસે આરોપીઓ વિરુધ્ધ બી.એન.એસ ની કલમ ૩૨૬(જી), ૩૫૧(૪),૫૪ અન્વયે ગુનો નોંધી ધરપડ કરવામાં આવેલ. આરોપી શીવ ઉર્ફે લકકી વસંતભાઈ ભુસાલ તથા મીનપ્રસાદ ઉર્ફ રોહીત વસંતભાઈ ભુસાલ તરફે મોરબી જીલ્લાના પ્રખ્યાત ધારાશાસ્ત્રી શ્રી દીલીપ આર. અગેચાણીયા રોકાયેલ.

આરોપીઓ તરફે દલીલ કરવામાં આવેલી કે આરોપી તદન નીર્દોષ છે. આરોપી કુટુંબ કબીલા વાળા માણસો છે. ખોટી રીતે ગંભીર પ્રકારના ગુનામાં સંડોવી દીધેલ છે. આ બનાવમાં આરોપીએ સીધી કે આડકતરી રીતે કોઈ ભાગ ભજવેલ નથી. આરોપીઓને પ્રી ટ્રાયલ પનીશમેન્ટ થાય તેમ છે. તેમજ હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના વીવીધ ચુકાદાઓ ને ધ્યાને આરોપીઓને જામીન પર મુકત કરવા દલીલ કરેલ. બન્ને પક્ષની તમામ દલીલોને ધ્યાને લઈ આરોપી પક્ષના એડવોકેટ દીલીપ આર અગેચાણીયાની દલીલ માન્ય રાખી તમામ આરોપીઓને રૂા. ૪૦,૦૦૦ ના શરતી જામીન પર છોડવાનો હુકમ કરેલ. આ કામમાં આરોપી તરફે મોરબી જીલ્લાના પ્રખ્યાત ધારાશાસ્ત્રી શ્રી દીલીપભાઈ અગેચાણીયા, જીતેન અગેચાણીયા, જે. ડી. સોલંકી,રવી ચાવડા, કુલદિપ ઝીંઝુવાડીયા, ક્રીષ્ના જારીયા, ઉયા બાબરીયા, રોકાયેલા હતા.

Back to top button
error: Content is protected !!