
નરેશપરમાર -કરજણ
કરજણમાં ઠેરઠેર ઉભરાતી ગટરોના લીધે લોકો ત્રાહિમામ પોકારી રહિયા છે.
કરજણ નગરમાં ઉભરાતી ગટરો ના કારણે રોગચારો -બીમારી થવાનો લોકો માં દર.
કરજણ નગરમાં ઠેર ઠેર ભૂગર્ભ ગટર લાઈનની કુંડીઓમાંથી – ગટરનું દુર્ગંધ મારતું પાણી ઉભરાઈ રહ્યું છે. જેમાં નવા – બજાર અને જૂના બજાર – વિસ્તારમાં ગટર લાઈનનું પાણી – ઉભરાવાથી નગરજનો ત્રાહિમામ પોકારી ઊક્યા છે. કરજણમાં જૂના બજાર – ગુરુકૃપા મૅન રોડ પર તેમજ નવા બજાર વિસ્તારમાં પાર્થિવ બંગલો, – શ્રી નિધિ બંગલો, કેશવ પાર્ક, રણછોડ પાર્ક તેમજ કરજણ કોર્ટની પાછળ આવેલા મેન રોડ પર કરજણ પબ્લિક સ્કૂલ પાસે ગટરોની કુંડીઓમાંથી દુર્ગંધ મારતું ગટરનું ગંદું પાણી ઉભરાઈ રહ્યું છે. આમ ડાલમાં એક તરફ નવી ગટર લાઈનની કામગીરી શરૂ થઈ છે. જ્યારે બીજી તરફ જૂની ગટર લાઈનની કુંડીઓમાંથી પાણી ઉભરાઈ રહ્યું છે. જેથી વહેલી તકે જૂની ગટર લાઈનની કુંડીઓમાંથી ઉભરાતા પાણીનો નિકાલ કરવામાં આવે તેવી નગરજનોની માંગ છે.



