GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં ડુપ્લીકેટ ઇંગ્લીશ દારૂના ગુનામાં સંડોવાયેલ ત્રણ ઈસમો પાસા તળે જેલ હવાલે

 

MORBI:મોરબીમાં ડુપ્લીકેટ ઇંગ્લીશ દારૂના ગુનામાં સંડોવાયેલ ત્રણ ઈસમો પાસા તળે જેલ હવાલે

 

 

મોરબીમાં આવેલ રણછોડનગર અને માળીયાના દેવગઢ ગામે નકલી દારૂની બે મિનિ ફેક્ટરી પકડાયેલ હતી અને જે ગુનામાં પકડાયેલા આરોપીઓ સામે પાસાની દરખાસ્ત મૂકવામાં આવી હતી જેને મંજૂર કરવામાં આવી છે જેથી કરીને ત્રણ આરોપીઓને પકડીને  અલગ અલગ જેલ હવાલે કરવામાં આવેલ છે.

Oplus_131072

મોરબી જિલ્લા એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ એમ.પી.પંડયા પાસેથી મળેલ માહિતિ મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રણછોડનગર અને માળીયા (મિ)ના દેવગઢ ગામે ડુપ્લીકેટ ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડાયો હતો અને આરોપીઓને પકડવામાં આવ્યા હતા તેની પાસાની દરખાસ્ત જીલ્લા મેજિસ્ટ્રેટ કે.બી.ઝવેરીને મોક્લાવેલ હતી જેને મંજૂર કરવામાં આવતા પીઆઇની સૂચના મુજબ એલસીબી પીએસઆઈ કે.એચ.ભોચીયા અને સ્ટાફ દ્વારા આરોપી અલ્તાફભાઇ ઉર્ફે રાજા સોકતભાઇ ખોડ  રહે. જોન્સનગર લાતી પ્લોટ શેરી નં -૧૧ મોરબી વાળાને મધ્યસ્થ જેલ વડોદરા, જયદિપભાઇ જીવણભાઇ સવસેટા  રહે. દેવગઢ તાલુકો માળીયા વાળાને જિલ્લા જેલ જુનાગઢ અને જયરાજભાઇ જીવણભાઇ સવસેટા રહે. દેવગઢ તાલુકો માળીયા વાળાને જિલ્લા જેલ ભાવનગર ખાતે મોકલી આપવામાં આવેલ છે.આ કામગીરી કરનાર અઘિકારીઓ એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI કે.એચ.ભોચીયા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડ, મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતા.

Back to top button
error: Content is protected !!