
નરેશપરમાર -કરજણ 



કરજણ ભરતમુનિ હોલ ખાતે ઘરથારના મફત પ્લોટની સનદ આપવામાં આવી.
ભરતમુનિ હોલ કરજણ ખાતે ગરીબ પરિવાર ને મફત પ્લોટ ની સનદ વિતરણ કરવામાં આવી.
આજ રોજ શ્રી ભરતમુની હોલ, કરજણ ખાતે કરજણ તાલુકાના ગામોના પોલ્ટ વિહોણા ગરીબોને ઘરથારના મફત પ્લોટની સનદ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમ ની શરૂઆત ધારાસભ્ય હસ્તે દીપ પ્રાગટ્ય કરી ને કરવામાં આવી હતી.જેમાં કરજણ તાલુકાના ૩૨૧ લાભાર્થીઓને ધારાસભ્ય શ્રી ના હસ્તે સનદ વિતરણ કરવામાં આવી હતી
આ પ્રસંગે કરજણ તાલુકા નાયબ કલેકટરશ્રી, કરજણ શિનોર -પોર ના ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ પટેલ, કરજણ તાલુકા પંચાયત પ્રમુખશ્રી,ઉપપ્રમુખ સહિતના તાલુકા પંચાયત ના સભ્યશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રી સહિતના અધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા.




