શેઠ શ્રી એ.એન.કે.મંગલ મંદિર વિદ્યાલય ઊણ માં કોમ્પ્યુટર લેબ અને વિધાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો.
શેઠ શ્રી એ.એન.કે.મંગલ મંદિર વિદ્યાલય ઊણ માં કોમ્પ્યુટર લેબ અને વિધાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો.

શેઠ શ્રી એ.એન.કે.મંગલ મંદિર વિદ્યાલય ઊણ માં કોમ્પ્યુટર લેબ અને વિધાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો.

કાંકરેજ તાલુકાના પશ્ચિમ છેવાડે આવેલ ઊણ ગામની શેઠ શ્રી એ. એન.કે.મંગલ મંદિર વિદ્યાલયના ભવનમાં નવીન કોમ્પ્યુટર લેબનો શુભારંભ અને વિદ્યાર્થીઓનો ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો.
મંગળવારના રોજ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ થરાના પ્રમુખ ધીરજકુમાર કે.શાહના અધ્યક્ષ સ્થાને યોજાયેલ કાર્યક્રમમાં થરા કોલેજના પ્રિ.ડૉ.દિનેશકુમાર ચારણ,રાધનપુર કોલેજના પ્રિ. સી.એમ.ઠક્કર ના અતિથિ વિશેષ પદે થરા નગર પાલિકાના કોર્પોરેટર ગીરાબેન શાહની પ્રેરક ઉપસ્થિત માં દીપ પ્રાગટ્ય કરી વિદ્યાલયના આચાર્ય બી.કે.પટેલ દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવેલ.શાળાની બાળાઓ દ્વારા કંકુ તિલક કરી શાળા પરિવારે પુષ્પગુચ્છ આપી શાલ ઓઢાડી મહેમાનોનું સ્વાગત કરી હાઈસ્કૂલ માં નવીન કોમ્પ્યુટર લેબનો ઓપનિંગ કરી શાળાની બાલ વાટિકાથી લઈને ધો.-૧૨ સાયન્સ તેમજ કોલેજ સુધી અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને પુરસ્કારો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ થરા ના પ્રિ. ડૉ.દિનેશભાઈ ચારણ દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરક ઉદ્ધબોધન કરી મોટીવેટ કરવામાં આવ્યા હતા. સંસ્થાના પ્રમુખ નવીનભાઈ ભોજકે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.ત્યારે સંસ્થાના મંત્રીવિનુભાઈ શાહ,સહમંત્રી નવીનભાઈ સોની, ટ્રસ્ટી મંડળના સભ્ય નીતિનભાઈ ઠક્કર,વિનોદભાઈ શાહ, પ્રહલાદભાઈ ઠક્કર વગેરેની પ્રેરક ઉપસ્થિતિમાં રહી સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન ડિમ્પલબેન પટેલે કર્યું હતું.
નટવર. કે. પ્રજાપતિ, થરા
મો. ૯૯૭૯૫ ૨૧૫૩૦





